પાકિસ્તાન તેના ઈતિહાસમાંથી કઈ શિખ્યું નથી: મોદી
પાકે. આતંકવાદ અને પ્રોક્સી વોર ચાલુ રાખવા સતત પ્રયાસો કર્યા છે, વિરોધ પક્ષો ઉપર પણ વડાપ્રધાનનું શાબ્દિક આક્રમણ: કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત જવાનોને જુસ્સાદાર સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25મા કારગિલ વિજય દિવસ પર દ્રાસમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી. કાર્યક્રમ માટે પીએમ મોદી કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા અને 1999માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બલિદાન આપનારા બહાદુર સૈનિકોને યાદ કર્યા.
આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદને સમર્થન આપનાર પાકિસ્તાનનો ચહેરો પણ બેનકાબ કર્યો હતો. તેણે કહ્યું, પપાકિસ્તાને ભૂતકાળમાં જે પણ પ્રયાસો કર્યા છે તેમાં તેને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સી વોરની મદદથી પોતાને સુસંગત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આજે જ્યારે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં આતંકના માસ્ટર્સ મારો અવાજ સીધો સાંભળી શકે છે. હું આતંકવાદના આ સમર્થકોને કહેવા માંગુ છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય.
આ પછી પીએમ મોદીએ લદ્દાખના દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે દ્રાસ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં આવેલું એક શહેર છે. તેને લદ્દાખનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. પીએમ મોદી પહેલા આર્મી ચીફે દ્રાસમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, મારા માટે આવતીકાલ નહીં પણ દેશ સર્વોપરી છે તેમણે વિરોધ પક્ષોનું કે કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મે રાજનીતિ માટે નહીં પણ રાષ્ટ્રનીતિ માટે કામ કર્યું છે. રાષ્ટ્રની રક્ષા એ જ અમારા માટે સર્વોપરી છે. દેશના 140 કરોડ લોકોની શાંતિ અમારા માટે સૌથી પહેલા છે.
તેમણે જણાવેલ કે જે લોકો આજે સેનાના નામે લોકોને ગુમરાહ કરી રહ્યા છે તેનો ઈતિહાસ સાક્ષી છે કે આ લોકોએ સૈનિકોની કોઈ પરવાહ કરી નથી. આજ લોકોએ 500 કરોડ બતાવી વન રેન્ક વન પેન્શનના નામે ખોટુ બોલ્યા હતાં અને સેનાના જવાનોને પણ ગુમરાહ કર્યા હતાં અને આ યોજના લાગુ કરી અને સવા લાખ કરોડ રૂપિયા ચુકવ્યા છે. આ સિવાય આઝાદી બાદ સેનાના જવાનો અને શહીદોના પરિવારોની વોર મેમોરીયલ બનાવવાની માગ હતી પરંતુ આ લોકોએ બનાવ્યું નહીં અને માત્ર રાજનીતિ કરી છે. અમારી સરકાર આવતાં જ અમે વોર મેમોરીયલ બનાવ્યું છે.
કોંગ્રેસ ઉપર આડકતરા પ્રહારો કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ લોકો સરહદ પર તૈનાત દેશના જવાનોને સારી ગુણવત્તાના જેકેટ પણ આપી શકયા નથી. આ લોકોએ કારગીલ વિજય દિવસને પણ નજરઅંદાજ કર્યો છે. દેશની જનત્તાના આર્શિવાદથી મને ત્રીજી વખત સરકાર બનાવવાનો મોકો મળતાં આજે આપણે કારગીલ વિજય દિવસની ઉજવી કરી રહ્યાં છીએ. કારગીલ વિજય દેશ દેશની સરકારની નહીં, પક્ષની નહીં પરંતુ દેશની જનતાનો વિજય દિવસ છે.