કાશ્મીરમાં પાકે.600 કમાન્ડો ઘુસાડી દીધા
હુમલાઓ જેહાદી તાકાતો દ્વારા નહીં પણ સેના દ્વારા કરવામાં આવતા હોવાનો કાશ્મીરી એક્ટિવિસ્ટ અમજદ મિર્ઝાનો દાવો
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 27 જૂલાઈના રોજ પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના તાજેતરના પ્રયાસ પછી કાશ્મીરી એક્ટિવિસ્ટ અમજદ અયૂબ મિર્ઝાએ નિવેદન પર ચોંકાવનારો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો માત્ર જેહાદી તાકાતો દ્ધારા કરવામાં આવ્યો નથી પરંતુ આ હુમલો સીધી રીતે પાકિસ્તાની સેના દ્ધારા કરવામાં આવી રહ્યો છે.
તેમણે દાવો કર્યો હતો કે એસએસજીના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ આદિલ રહમાની મુઝફ્ફરાબાદમાં રહે છે. તે મુઝફ્ફરાબાદથી ભારત સામે નવા હુમલાની યોજના બનાવી રહ્યો છે. લેફ્ટનન્ટ કર્નલ શાહિદ સલીમ જંજુઆના નેતૃત્વમાં એક એસએસજી બટાલિયન અગાઉથી જ તૈનાત છે. આ બટાલિયન જમ્મુ-કાશ્મીરના ભારતીય વિસ્તારમાં છે અને તે ભારતીય સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યું છે. જજૠની વધુ બે બટાલિયન જમ્મુ અને કાશ્મીરમાંથી મુઝફ્ફરાબાદમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ હુમલાઓ જેહાદી તાકાતો સાથે કરવામાં આવી રહ્યા નથી પરંતુ આ હુમલાઓ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
તેમણે દાવો કર્યો હતો કે એક આખી જજૠ બટાલિયને ભારતમાં ઘૂસણખોરી કરી છે, જેનો અર્થ છે કે કુપવાડા વિસ્તાર અને અન્ય સ્થળોએ ઓછામાં ઓછા 600 કમાન્ડો છૂપાયેલા છે. નોંધનીય છે કે, કુપવાડા વિસ્તાર પીરપંજાલ અને શમ્સબરી પર્વતોની વચ્ચે આવેલો છે, જે આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાને છૂપાવવા માટે ખૂબ મદદગાર છે. આ સિવાય ડો. અમજદે એ પણ કહ્યું છે કે સ્થાનિક જેહાદીઓ પણ આ હુમલાઓમાં આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાને મદદ કરી રહ્યા છે.
આ સ્થાનિક જેહાદી સ્લીપર સેલ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને ભારતીય ક્ષેત્રમાં એસએસજીની હિલચાલને મદદ કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ કર્નલ શાહિદ સલીમ જંજુઆ હાલમાં જમ્મુમાં હુમલાની કમાન સંભાળી રહ્યા છે. પાકિસ્તાનની આખી યોજના ભારતીય સેનાની 15 કોર્પ્સનો મુકાબલો કરવાની છે. ડટ કોર્પ્સ, અથવા 15 કોર્પ્સ, જેને ચિનાર કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય સેનાનું એક કોર્પ્સ છે, જે હાલમાં શ્રીનગરમાં સ્થિત છે અને કાશ્મીર ખીણમાં લશ્કરી કામગીરી માટે જવાબદાર છે. ડોક્ટર અમજદે કહ્યું છે કે, આ સિવાય જજૠની વધુ બે બટાલિયન મુઝફ્ફરા બાદ (ઙજ્ઞઊં)માં છે અને જમ્મુ-કાશ્મીર થઈને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે. એક બટાલિયનમાં લગભગ 500 સૈનિકો હોય છે. જો પાકિસ્તાનની આ બટાલિયનો પણ સ્થાનિક જેહાદીઓની મદદથી ભારતમાં ઘૂસશે તો પીર પંજાલ પહાડીઓમાં ફરી એકવાર કારગિલ જેવું યુદ્ધ થવાની સંભાવના છે.