પદ્મવિજેતા શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાનું નિધન
2014ની ચૂંટણીમાં સદ્ગત મોદીના નામાંકનમાં પ્રસ્તાવક હતા
પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઈ રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રધ્ધાંજલી આપી છે. ઉલ્લેખનીય છે કે મિશ્રા 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીના નામાંકનમાં પ્રસ્તાવક હતા. તેમના નિધનથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે કરવામાં આવશે. પંડિત છન્નુલાલ મિશ્રાએ શાસ્ત્રીય ગાયનની ખયાલ અને પૂર્વીય ઠુમરી શૈલીને નવી ઊંચાઈએ પહોંચાડી. પંડિત છન્નુલાલ મિશ્રાનો જન્મ 3 ઓગસ્ટ, 1936ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો.
તેમણે શરૂૂઆતની સંગીત તાલીમ તેમના પિતા બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી મેળવી હતી. બાદમાં, તેમણે કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ મેળવી હતી.
તેઓ પ્રખ્યાત તબલા વાદક પંડિત અનોખલાલ મિશ્રાના જમાઈ પણ હતા. કાશીની માટીમાં મૂળ ધરાવતા, પંડિત છન્નુલાલે પોતાના ઊંડા, ભાવપૂર્ણ અને અનોખા અવાજથી પઠુમરીથ અને પપૂરબ અંગથ ગાયન શૈલીઓને અમર બનાવી દીધી હતી.