For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં 7થી વધુ બેઠકો ઉપર માત્ર 1000 મતથી જ હાર-જીત

11:12 AM Oct 09, 2024 IST | Bhumika
જમ્મુ કાશ્મીરમાં 7થી વધુ બેઠકો ઉપર માત્ર 1000 મતથી જ હાર જીત
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (ગઈ) ગઠબંધનને પૂર્ણ બહુમતી આપી છે. એનસીએ અહીં 42 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસે છ બેઠકો જીતી હતી. બંને પક્ષોની બેઠકો સાથે 48 થાય છે, જે સરકાર બનાવવા માટેના આંકડા કરતાં બે બેઠકો વધુ છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 29 બેઠકો જીતી છે. જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપીને ત્રણ, પીપલ્સ કોન્ફરન્સ, અઅઙ, ઈઙઈં(ખ)ને એક-એક બેઠક મળી હતી. 7 અપક્ષ ઉમેદવારોએ પણ અહીં જીત મેળવી છે. ભાજપે જમ્મુ ક્ષેત્રમાં તમામ 29 બેઠકો જીતી છે. જ્યારે એનસીએ કાશ્મીર ક્ષેત્રમાં મોટાભાગની બેઠકો જીતી છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જીત બાદ કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે.

Advertisement

એવી બેઠકો જ્યાં 1000થી ઓછા મતથી જીત કે હાર થઈ હતી જેમાં નેશનલ કોન્ફરન્સના જાવેદ રિયાઝ પટ્ટનથી 603 વોટથી જીત્યા. પીપલ્સ કોન્ફરન્સના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા.દેવસરમાં નેશનલ કોન્ફરન્સના પીરઝાદા ફિરોઝ અહેમદનો 840 મતોથી વિજય થયો હતો. તેમણે પીડીપીના મોહમ્મદ સરતાજને હરાવ્યા હતા.શગુન પરિહાર કિશ્તારથી 521 મતોથી જીત્યા. તેમણે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહેમદ કિચલુને હરાવ્યા હતા.બાંદીપોરાથી કોંગ્રેસના ઉમેદવાર નિઝામ ભટ્ટ 811 મતોથી જીત્યા. તેમણે અપક્ષ ઉસ્માન અબ્દુલને હરાવ્યા.પીડીપીના રફીક અહમ નાઈકે ત્રાલ સીટ પર 460 વોટથી જીત મેળવી હતી.

તેમણે કોંગ્રેસના સુરેન્દ્ર સિંહને હરાવ્યા હતા.પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન હંદવાડાથી 662 મતોથી જીત્યા.ઈન્દરવાલ બેઠક પરથી પ્લેરે લાલ શર્મા 643 મતોથી જીત્યા. તેમણે અપક્ષ ઉમેદવાર ગુલામ મોહમ્મદ સરોરીને હરાવ્યા હતા. અહીં કોંગ્રેસ ત્રીજા સ્થાને, ભાજપ ચોથા સ્થાને અને પીડીપી પાંચમા સ્થાને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement