For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં 111 દેશની 4500થી વધુ ફિલ્મોની એન્ટ્રી

01:38 PM Nov 18, 2024 IST | Bhumika
જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં 111 દેશની 4500થી વધુ ફિલ્મોની એન્ટ્રી
Advertisement

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ, વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓની પસંદગી રહે છે. દેશભરમાં ફિલ્મ કલ્ચરને સમૃદ્ધ બનાવવા માટે દિલ્હીમાં 5 થી 8 ડિસેમ્બર દરમિયાન જેએફએફનું આયોજન કરવામાં આવશે. આ વખતે જેએફએફમાં રેકોર્ડ સંખ્યામાં ફિલ્મોની એન્ટ્રી થઈ છે. અત્યાર સુધીમાં સાડા ચાર હજારથી વધુ ફિલ્મોની એન્ટ્રી આવી ચૂકી છે.

111 દેશોમાંથી આ એન્ટ્રીઓ મળી છે. તેમાં 78 ભાષાઓની ફિલ્મોનો સમાવેશ થાય છે. જેએફએફની જ્યુરીએ આ ફિલ્મ જોયા બાદ 292 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરી છે. દિલ્હીમાં આયોજિત ફેસ્ટિવલમાં પસંદગીની ફિલ્મોમાંથી 102 ફિલ્મ ચાર દિવસમાં બતાવવામાં આવશે. જેમાં 29 દેશોની 34 ભાષાઓમાં ફિલ્મો સામેલ થશે. જેએફએફ દિલ્હીમાં પહેલીવાર 17 ફિલ્મ બતાવવામાં આવશે એટલે કે તેનું પ્રીમિયર થશે. જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કેટલીક ફિલ્મોનું વર્લ્ડ પ્રીમિયર થશે.

Advertisement

પંકજ કપૂરનું રેટ્રોસ્પેક્ટિવ હશે. આ પ્રસંગે અભિનેતા પંકજ કપૂર હાજર રહેશે અને દર્શકો સાથે વાર્તાલાપ પણ કરશે. જેએફએફની આ આવૃત્તિનું ક્ધટ્રી ફોકસ પાર્ટનર વિયેતનામ છે. જેએફએફ દરમિયાન વિયેતનામની ઘણી સુંદર ફિલ્મો દર્શાવવામાં આવશે. 5 થી 8 ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાયા બાદ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલનો આગામી સ્ટોપ પ્રયાગરાજ અને વારાણસી હશે. આ પછી તે રાયપુર, રાંચી, ઈન્દોર, લખનૌ, કાનપુર, સિલીગુડી, આગ્રા, મેરઠ, ગોરખપુર, પટના, લુધિયાણા, દેહરાદૂન, હિસાર અને દરભંગામાંથી પસાર થશે અને માર્ચના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં સમાપ્ત થશે. જ્યાં ફેસ્ટિવલની સાથે એવોર્ડ નાઈટનું પણ આયોજન કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement