જયપુરમાં બેકાબૂ કારે છ લોકોને કચડી નાખ્યા: બેનાં મૃત્યુ
રાજસ્થાનથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કારે છ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેનું વાહન જપ્ત કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને ગંગૌરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી ચાર લોકોને જખજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત સોમવારે મોડી રાત્રે નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત પહેલા કાર ચાલકે અનેક બાઇકોને પણ ટક્કર મારી હતી અને આ અકસ્માત પછી તે કારમાંથી નીચે ઉતરીને ભાગવા લાગ્યો હતો.
જોકે સ્થળ પર હાજર લોકોએ આરોપી કાર ચાલકને પકડી લીધો. ઘટનાસ્થળે પહોંચેલા અજઈં હંસરાજે જણાવ્યું હતું કે, આ અકસ્માત વધુ પડતી ઝડપ અને નશામાં વાહન ચલાવવાને કારણે થયો હતો.
આરોપી કાર ચાલકે લંગરમાં બાલાજી વળાંક પાસે આ અકસ્માત કર્યો છે. આ અકસ્માતમાં આરોપીઓએ ફૂટપાથ પર ચાલતા 6 લોકોને કચડી નાખ્યા. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ આરોપી કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો અને ભાગવા લાગ્યો. જોકે સ્થળ પર હાજર લોકોએ દોડીને તેને પકડી લીધો હતો. દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપીને કસ્ટડીમાં લઈ લીધો અને તેની કાર જપ્ત કરી.