OTT કિંગ એક્ટરો કરે છે કરોડોની કમાણી
લોકોમાં ઓટીટી પ્લેટફોર્મ જરૂૂરિયાતની વસ્તુ બની ગયા છે. કોરોના પછી ઓટીટીની દુનિયા મોટી થઈ ગઈ છે અને ઓટીટીના દર્શકોની સંખ્યા પણ કરોડોમાં છે. લોકોને ફિલ્મો અને વેબી સીરીઝ ઓટીટી પર ઘર બેઠા જોવા મળે છે. ઓટીટી પર ક્ધટેન્ટની ભરમાર હોય છે. નાનાથી લઈને મોટા સુધી સૌ કોઈને પોતાનું પસંદગીનું ક્ધટેન્ટ સરળતાથી મળી રહે છે.
ઓટીટી પ્લેટફોર્મમાં ઘણા બધા બોલીવુડ એક્ટર પણ એક્ટિવ થઈ ચૂક્યા છે. આ એક્ટર એવા છે કે જેનું સ્ટારડમ અને ઇન્કમ શાહરુખ, સલમાન કરતા પણ વધારે છે. આજે તમને ઓટીટીની દુનિયાના પાંચ એવા સ્ટાર વિશે જણાવીએ જે કરોડોની કમાણી કરે છે અને તેમની લોકપ્રિયતા પણ સૌથી વધારે છે
પંકજ ત્રિપાઠી :ઓટીટી ઇન્ડસ્ટ્રીમાં પંકજ ત્રિપાઠી સુપરસ્ટાર છે. તેના વિના ઓટીટી ઇન્ડસ્ટ્રી અધુરી ગણાય. મિર્ઝાપુર ફ્રેન્ચાઇઝીના કાલીન ભૈયા સૌથી પોપ્યુલર છે. પંકજ ત્રિપાઠી એક ઓટીટી પ્રોજેક્ટમાં કામ કરવા માટે 12 કરોડ રૂૂપિયા ચાર્જ કરે છે.
જયદીપ અહલાવત : જયદીપ અલાવતે પોતાની જબરદસ્ત એક્ટિંગથી ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેણે મહારાજ, પાતાત લોક, થ્રી ઓફ અસ કેવા પ્રોજેક્ટથી લોકોના દિલમાં પણ જગ્યા બનાવી છે. જયદીપ અહલાવત એક પ્રોજેક્ટ માટે 20 કરોડ ચાર્જ કરે છે.
મનોજ બાજપાઈ: મનોજ બાજપાઈ બોલીવુડનું પણ જાણીતું નામ છે પરંતુ ઓટીટી પ્રોજેક્ટના કારણે તેને અલગ જ ઓળખ મળી છે. ફેમિલી મેન જેવા કેટલાક શોમાં તેણે જે કામ કર્યું છે તે લોકોના દિલમાં વસી ગયું છે. મનોજ બાજપાઈ એક પ્રોજેક્ટ માટે 10 કરોડ ચાર્જ કરે છે.
અજય દેવગન: બોલીવુડ એક્ટર અજય દેવગન વેબ સીરીઝમાં પણ કામ કરી ચૂક્યા છે. તેની વેબસીરીઝ પણ લોકોને પસંદ આવી હતી. અજય દેવગન એ રુદ્ર વેબ સિરીઝ માટે 125 કરોડ રૂૂપિયા ચાર્જ કર્યા હતા.
કરીના કપૂર ખાન: બોલીવુડમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી રાજ કરતી કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક સમયથી ઓટીટી પ્લેટફોર્મ પર સક્રિય થઈ છે. કરીના કપૂર એક ઓટીટી પ્રોજેક્ટ માટે 10 થી 12 કરોડ ચાર્જ કરે છે.