રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

86% ઈન્ટરનેટ યુઝર્સમાં OTTનો ક્રેઝ

11:45 AM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

ભારતમાં 800 મિલિયન (80 કરોડ) થી વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે અને તેમાંથી 86 ટકા ઓવર-ધ-ટોપ (IAMAI) પ્લેટફોર્મ પર ઑડિયો અને વિડિયો સેવાઓનો લાભ લઈ રહ્યા છે.ઈન્ટરનેટ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2023 અનુસાર, 90 ટકાથી વધુ ભારતીયો દરરોજ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને સરેરાશ 1.5 કલાક ઈન્ટરનેટ પર પસાર કરે છે.જો કે, ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (OTT) અને કંતારના અહેવાલો અનુસાર, ઈન્ટરનેટ યુઝર્સનો વિકાસ દર હવે ધીમી ગતિએ વધી રહ્યો છે.

Advertisement

રિપોર્ટ અનુસાર, 2023 સુધીમાં દેશમાં 82 કરોડ લોકો સક્રિયપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દેશની લગભગ 55% વસ્તીએ તાજેતરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી લગભગ 53 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોની છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ પેનિટ્રેશન વધવાને કારણે OTTસબસ્ક્રિપ્શનની માગમાં ભારે વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન શોપિંગ અને સોશિયલ મીડિયા ઉપરાંત ઘઝઝની માગ પણ ઝડપથી વધી છે. આ ઉપરાંત, દર વર્ષે લાખો નવા ગ્રાહકો પણ ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાઈ રહ્યા છે. સ્ટ્રીમિંગ એપ્સને કારણે મોબાઈલ ડેટાનો વપરાશ પણ વધ્યો છે.

ઓડિયો વિડિયો કોલિંગ અને સોશ્યલ મીડિયા પછી, OTTઇન્ટરનેટ પર ચાલતી ત્રીજી સૌથી મોટી સેવા બની ગઈ છે. રિપોર્ટ અનુસાર, લગભગ 62 કરોડ યુઝર્સ કોલ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને લગભગ 57 કરોડ યુઝર્સ સોશિયલ મીડિયા માટે ઉપયોગ કરે છે.મોબાઈલ ઉપરાંત અન્ય ઉપકરણો જેવા કે સ્માર્ટ ટેલિવિઝન, ફાયર સ્ટીક, સ્માર્ટ સ્પીકર અને ગૂગલ ક્રોમકાસ્ટનો ઉપયોગ મનોરંજન માટે સૌથી વધુ થઈ રહ્યો છે. 2023માં અંદાજે 20 કરોડ લોકો આ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા હતા.

Tags :
indiaindia newsinternet usersOTTOTT craze
Advertisement
Next Article
Advertisement