For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્કાર નોમિનેટ શોર્ટ ફિલ્મ અનુજા બુધવારથી OTTમાં

10:47 AM Feb 01, 2025 IST | Bhumika
ઓસ્કાર નોમિનેટ શોર્ટ ફિલ્મ અનુજા બુધવારથી ottમાં

Advertisement

ઓસ્કર 2025માં નોમિનેટ થયેલી શોર્ટ ફિલ્મ અનુજા હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે, આ શોર્ટ ફિલ્મ 5 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. એક પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી વાર્તા છે જે દિલ્હીમાં રહેતી 9 વર્ષની છોકરીના સંઘર્ષને દર્શાવે છે. તેણીએ તેની બહેનના શિક્ષણ અથવા ફેક્ટરીમાં કામ કરવા વચ્ચે પસંદગી કરવાની હોય છે, અને એક નિર્ણય બધું બદલી શકે છે. આ ફિલ્મમાં સજદા પઠાણ અને અનન્યા શાનબાગ મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ મિન્ડી કલિંગ, પ્રિયંકા ચોપડાની પર્પલ પેબલ પિક્ચર્સ અને ઓસ્કર વિજેતા ગુનીત મોંગાની સીખ્યા એન્ટરટેનમેન્ટ દ્વારા સહ-ઉત્પાદિત કરવામાં આવી છે.

Advertisement

આ ફિલ્મનું દિગ્દર્શન એડમ ઉં ગ્રેવ્સ અને સુચિત્રા મટ્ટાઈએ કર્યું છે, અને આ ફિલ્મ ઓસ્કર 2025ના લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ શ્રેણીમાં નોમિનેટ થઇ છે.આ ફિલ્મનો મુકાબલો ઓસ્કર 2025ની શ્રેણીમાં એ લીન, આઇ એમ નોટ એ રોબોટ, ધ લાસ્ટ રેન્જર અને ધ મેન હૂ કુડ નોટ રીમેન સાયલન્ટ જેવી ફિલ્મો સાથે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement