ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રેસલર અંતિમ પંઘાલને ફ્રાન્સ છોડવાનો આદેશ

11:25 AM Aug 08, 2024 IST | Bhumika
Advertisement

ભારતીય કુસ્તીબાજ અંતીમ પંઘાલની પેરિસ ઓલિમ્પિક વિલેજની માન્યતા રદ કરવામાં આવી છે અને તેને પેરિસ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ તેની બહેન છે, જેને સુરક્ષા અધિકારીઓએ ખોટા એક્રેડિટેશન કાર્ડનો ઉપયોગ કરીને કેમ્પસમાં પ્રવેશ કરતા પકડી હતી. અંતીમની બહેન નિશા પંખાલને તેના ગુના માટે પેરિસ પોલીસ દ્વારા થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવી હતી, પરંતુ બાદમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)ના હસ્તક્ષેપને પગલે ચેતવણી સાથે છોડી દેવામાં આવી હતી. જો કે, આ ઘટના પછી, આઇઓએ એ અંતિમને તેના કોચ, ભાઈ અને બહેન સાથે પેરિસ છોડવાનો નિર્દેશ આપ્યો છે.

Advertisement

પંઘાલ માટે 7 ઓગસ્ટનો દિવસ સારો ન રહ્યો કારણ કે પેરિસ 2024માં તેની બહુપ્રતીક્ષિત ઓલિમ્પિક ડેબ્યૂ બુધવારે ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે મહિલાઓની 53 કિગ્રા કુસ્તી સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં હાર સાથે સમાપ્ત થઈ હતી. અંતિમ પંઘાલ તેના અંગત કોચ અને સ્પેરિંગ પાર્ટનરને મળવા ગઈ હતી, જ્યારે તેણે તેની બહેન નિશાને કહ્યું હતું કે, તે તેના એક્રિડિટેશનનો ઉપયોગ કરીને પેરિસ ગેમ્સ વિલેજમાંથી તેનો સામાન લઈ આવે.

Tags :
Franceindiaindia newsParis OlympicsRessler antim panghal
Advertisement
Next Article
Advertisement