સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા વધારવા આદેશ
કોલકાતાની ઘટના બાદ આરોગ્ય મંત્રાલયે સુરક્ષા સ્ટાફમાં 25 ટકા વધારો કરવા લીધો નિર્ણય, ખાસ સમિતિની પણ થશે રચના
કોલકાતાની એક હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા તૈનાતમાં 25 ટકા વધારો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રમાણભૂત સુરક્ષા પ્રોટોકોલ ઉપરાંત, સુરક્ષા સમીક્ષા પછી તેમની માંગના આધારે સરકારી હોસ્પિટલો દ્વારા માર્શલની પણ મંજૂરી આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલય (ઉૠઇંજ) ની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે જે હોસ્પિટલોમાં નિવાસી ડોકટરોની સુરક્ષા અને સુવિધાઓના વિવિધ પાસાઓ જેમ કે ડ્યુટી રૂૂમ, કામના કલાકો અને શરતો અને કેન્ટીન સેવાઓ પર ધ્યાન આપશે. કમિટી ડોક્ટરો અને હેલ્થકેર કર્મચારીઓની સમસ્યાઓ પર સૂચનો લેશે. ડોક્ટરોની સમસ્યાઓ જેવી કે રેસ્ટ રૂૂમ, સીસીટીવી સુવિધા, આ તમામને દૂર કરવામાં આવશે. જરૂૂરિયાતના આધારે માર્શલ્સ પણ વધારવામાં આવશે. હોસ્પિટલમાં હિંસાના મામલાને લઈને 6 કલાકમાં એફઆઇઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, આસામ, કર્ણાટક અને કેરળ સહિત 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આરોગ્યસંભાળ કર્મચારીઓની સુરક્ષા માટે કાયદો પસાર કર્યો છે. આ તમામ રાજ્યોમાં આ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર છે.
હોસ્પિટલોની સુરક્ષા વધારવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય કોલકાતાની હોસ્પિટલમાં લેડી ડોક્ટર રેપ-મર્ડરનો બનાવની વચ્ચે આવ્યો છે. કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઈની ડોક્ટર સાથે રેપ કરીને તેની અતિ ઘાતકી હત્યા કરી દેવાઈ હતી. હોસ્પિટલમાં જ સ્વંયસેવકનું કામ કરનાર સંજય રોય નામના હેવાને આ જધન્ય હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તેણે વહેલી સવારે ડોક્ટર પર રેપ કરીને તેની હત્યા કરી નાખી હતી.