ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પહેલગામ હુમલાને લઈ વિપક્ષોનો હોબાળો, સંસદ સ્થગિત

04:05 PM Jul 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

હજુ સુધી આતંકીઓ ઝડપાયા નથી, ઠાર પણ મરાયા નથી, અમને સાચી માહિતી આપો : ખડગે

Advertisement

ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર, સમય ફાળવવા પ્રસ્તાવ મુક્યો : નડ્ડા

સંસદનું ચોમાસું સત્ર શરુ થયું, પરંતુ સત્ર શરુ થતાં જ ગૃહમાં હોબાળો થયો, ત્યારબાદ ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ લોકસભામાં હોબાળો કરી રહ્યું છે, જેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તમે જે મુદ્દા પર ચર્ચા કરવા માંગો છો તે પ્રશ્નકાળ પછી થશે. ચર્ચા નિયમો મુજબ કરવામાં આવશે.

વિપક્ષના હોબાળા પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છીએ. અગાઉ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે સર્વપક્ષીય બેઠકમાં દરેક પક્ષના નેતાઓએ કહ્યું છે કે ચર્ચા થવી જોઈએ. જો તેઓ આટલો હંગામો કરશે તો ચર્ચા કેવી રીતે થશે. ચોમાસુ સત્રના પહેલા દિવસે આટલો હંગામો યોગ્ય નથી.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મેં 267 હેઠળ ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે, મેં તે નિયમો મુજબ આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો છતાં હજુ સુધી આતંકવાદીઓ પકડાયા નથી, ન તો તેમને ઠાર મરાયા છે. તેમના જ એલજીએ સ્વીકાર્યું કે ગુપ્તચર નિષ્ફળતા છે. અમને માહિતી આપો. ખડગેએ કહ્યું કે યુએસ પ્રમુખ ટ્રમ્પે 24 વાર કહ્યું કે મારા હસ્તક્ષેપને કારણે યુદ્ધ સમાપ્ત થયું. આ દેશ માટે અપમાનજનક છે.

વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની માંગ પર, ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે એવો સંદેશ ન જવો જોઈએ કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માંગતી નથી. સરકાર તેની ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં સમય ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ઓપરેશન સિંદૂરના આઠ દિવસમાં જે બન્યું તે આઝાદી પછી દેશમાં કોઈપણ ઓપરેશન દરમિયાન ક્યારેય બન્યું ન હતું.

લોકસભામાં સત્રની શરૂૂઆત પહેલા પહલગમના આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન અકસ્માતનો પણ શોક વ્યક્ત કરાયો હતો.
સંસદની કાર્યવાહીને સુચારુ રીતે ચલાવવા માટે, સરકારે 20 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં તમામ પક્ષોને કહેવામાં આવ્યું હતું કે સરકાર સંસદના આ સત્રમાં 15 બિલ લાવશે. આ ઉપરાંત, જ્યારે વિપક્ષ દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે, ત્યારે સરકાર તેમના જવાબ પણ આપશે. સરકાર વતી, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે તૈયાર છે અને વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. રિજિજુએ કહ્યું કે, ગૃહને સરળતાથી ચલાવવા માટે, શાસક પક્ષ અને વિપક્ષે સાથે મળીને કામ કરવું પડશે અને એકબીજા સાથે સારો સમન્વય જાળવવો પડશે.

ભારતીય સેનાએ આતંકીઓને ઘરમાં ઘુસીને ઠાર માર્યા: સંસદ બહાર મોદી બોલ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ બહાર પત્રકારોને સંબોધ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે વરસાદ દરેક પરિવારના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં દેશને તેનાથી લાભ થશે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દુનિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્યનું સામર્થ્ય જોયું. ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને તેને 22 મિનિટમાં ઠાર કર્યા. અમે 100% લક્ષ્ય હાંસલ કર્યું. ભારતની લશ્કરી શક્તિએ બતાવ્યું છે કે તે કેટલી ઝડપથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં બનેલી લશ્કરી શક્તિએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

Tags :
indiaindia newsOppositionPahalgam attackParliament
Advertisement
Advertisement