For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપે પૈસા વેર્યાનો આક્ષેપ કરતાં વિપક્ષી આગેવાનો આત્મનિરીક્ષણ કરે

10:48 AM Sep 12, 2025 IST | Bhumika
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપે પૈસા વેર્યાનો આક્ષેપ કરતાં વિપક્ષી આગેવાનો આત્મનિરીક્ષણ કરે

ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણને ઈન્ડિયા મોરચાના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સરળતાથી હરાવી દીધા એ વાત વિપક્ષી નેતાઓને હજમ થઈ નથી તેથી ભાજપે રૂૂપિયા વેરીને અને બ્લેકમેઈલિંગ કરીને વિપક્ષો સાંસદોને તોડયા હોવાના આક્ષેપો શરૂૂ થઈ ગયા છે. તૃણમૂલ કોંગ્રેસથી માંડીને એનસીપી સુધીના નેતા મચી પડ્યા છે અને ક્રોસ વોટિંગની તપાસ કરવાનું કોરસ પણ શરૂૂ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીએ દાવો કર્યો છે કે, ભાજપે દરેક વિપક્ષી સાંસદને ખરીદવા માટે 15-20 કરોડ રૂૂપિયા ખર્ચ્યા હોવાની મને ખબર પડી છે. બેનરજીએ પોતાને આ વાતની ખબર ક્યાંથી પડી તેની ચોખવટ નથી કરી પણ તેમનું કહેવું છે કે, દરેક પાર્ટીએ ક્રોસ વોટિંગ કોણે કર્યું તેની તપાસ કરીને બિકાઉ સાંસદોને ઉઘાડા પાડવા જોઈએ.

Advertisement

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અરવિંદ સાવંતે તો વળી ભાજપે બ્લેકમેઈલિંગ કર્યું હોવાનો આક્ષેપ કરી નાખ્યો છે. અરવિંદ સાવંતે સવાલ કર્યો છે કે, જેમના મતો અમાન્ય ઠર્યા છે તેમણે પોતાના અંતરાત્માથી મતદાન કર્યું હોય એવું લાગતું નથી પણ લાગે છે કે, તેમના મત ખરીદવામાં આવ્યા હતા. કેન્દ્રની બધી એજન્સીઓ ભાજપની ગુલામ છે અને ભાજપે આ એજન્સીઓની મદદથી બ્લેકમેલ કર્યું હશે. કોંગ્રેસના મનીષ તિવારીએ બેનરજીની વાતમાં હાજીયો પુરાવીને કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હોય તો ઈન્ડિયા મોરચાના દરેક પક્ષે તેની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ કેમ કે આ ખૂબ જ ગંભીર બાબત છે. ક્રોસ વોટિંગ કરનારાને ભાજપે ખરીદ્યા હોવાની વાતમાં થોડી પણ સચ્ચાઈ હોય તો વ્યવસ્થિત અને નિષ્પક્ષ તપાસ જરૂૂરી છે. આ આક્ષેપો ગળે ઊતરે એવા નથી કેમ કે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ભાજપ શું કરવા આટલા રૂૂપિયાની લહાણી કરે? મમતાના ભત્રીજા અભિષેક બેનરજીનો આક્ષેપ છે કે, ભાજપે દરેક વિપક્ષી સાંસદને ખરીદવા માટે 15-20 કરોડ રૂૂપિયા ખર્ચ્યા હોવાની મને ખબર પડી છે.

આ આંકડાને ધ્યાનમાં લઈએ તો ભાજપે વિપક્ષી સાંસદોને 200 કરોડ રૂૂપિયા આપ્યા હશે. આ વાત જ કહેતા બી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી છે. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની હતી તેમાં બેમત નથી કેમ કે તેના આધારે ભાજપની સંસદમાં તાકાતનાં પારખાં થવાનાં હતાં પણ આ ચૂંટણીમાં રાધાકૃષ્ણનની જીત થશે એ પણ સામી ભીંતે લખાયેલું સત્ય હતું. ભાજપના નેતા એટલા મૂરખ છે કે, જે ચૂંટણીમાં ભાજપની જીત પાકી જ હોય એ ચૂંટણી માટે 200 કરોડ રૂૂપિયા વિપક્ષી સાંસદોને આપી દે ? ભાજપ પાસે વધારાના રૂૂપિયા હોય તો પણ તેનો અર્થ ગમે ત્યાં ઉડાવી દેવા એવો તો નથી જ થતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement