For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો

05:53 PM Jul 07, 2025 IST | Bhumika
બિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ  ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો

મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં નવા વિજ્ઞાપન, ફેસબુક પોસ્ટ પછી તેજસ્વી યાદવ, ખડગેનો જૂઠ ફેલાવવાનો આરોપ: માત્ર 14 ટકા સંભવિત મતદારોએ ફોર્મ ભર્યા, ચૂંટણી પંચે કહ્યું, આદેશમાં કોઇ બદલાવ નથી

Advertisement

થોડા મહીનાઓમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચુંટણીને લઇ ચુંટણી પંચ મતદાન યાદીમાં વિશિષ્ટ સુધારણા કરી રહ્યું છે. જેને વિપક્ષોએ દલિતો, વંચિતોને મતદાર યાદીમાંથી દુર કરવાની વોટબંધી કવાયત ગણાવી છે.

જો કે વિપક્ષની ટીકા અને બિહારમાં જમીન પર મૂંઝવણનો સામનો કરતા ચૂંટણી પંચ (EC) એ પણ સ્પષ્ટતા કરી કે SIR તેના 24 જૂનના આદેશ મુજબ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં કવાયતની જાહેરાત કરવામાં આવી હતી અને સૂચનાઓમાં કોઈ ફેરફાર થયો નથી.

Advertisement

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ના કાર્યાલયે સ્થાનિક અખબારોમાં એક જાહેરાત પ્રકાશિત કર્યા પછી સ્પષ્ટતા જારી કરી હતી જેમાં મતદારોને જાણ કરવામાં આવી હતી કે તેઓ હવે તેમના ગણતરી ફોર્મ સબમિટ કરી શકે છે અને પછીથી જરૂૂરી દસ્તાવેજો પ્રદાન કરી શકે છે.

હિન્દીમાં પ્રકાશિત આ જાહેરાતમાં સીઈઓની મતદારોને અપીલ હતી: શક્ય તેટલી વહેલી તકે દસ્તાવેજો અને તમારા ફોટોગ્રાફ સાથે તમારા ગણતરી ફોર્મ ભરો અને બીએલઓને સબમિટ કરો. બીજો મુદ્દો હતો: યાદી અવશ્યક દસ્તવેઝ તથા ફોટો ઉપલબ્ધ નહીં હો તો સિર્ફ ગણના પ્રપત્ર ભર કર બીએલઓ કો ઉપલબ્ધ કરાવ દે.
કલાકો પહેલા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મતદાર ચકાસણી અભિયાન પર સવાલ ઉઠાવવા માટે જાહેરાતનો ઉલ્લેખ કર્યો હોવા છતાં, બિહારના સીઈઓએ પણ સ્પષ્ટતા કરી હતી કે મતદાર યાદી ચકાસણી અભિયાનની સમયરેખા બદલાઈ નથી અને તે 24 જૂનના આદેશ મુજબ આગળ વધી રહી છે. ખડગેના દાવા મુજબ માત્ર 14 ટકા સંભવીત મતદારોએ ફોર્મ રજુ કર્યા છે. જયારે સમયમર્યાદાની 20 દિવસથી પણ ઓછો સમય બાકી છે.

બીજી તરફ, આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે વિપક્ષના પ્રશ્ન પર હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. પંચે મતદારો પાસેથી જે 11 દસ્તાવેજો માંગ્યા છે તે તેમની પાસે નથી. તેમની પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મનરેગા કાર્ડ છે. એટલે કે, એ સ્પષ્ટ છે કે જેમની પાસે આ 11 દસ્તાવેજો નથી, તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે.

તેમણે ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે પંચના ફેસબુક પરથી બે પોસ્ટ કરવામાં આવી હતી. જાહેરાત અને મેમોરેન્ડમમાં ઘણો તફાવત છે. ચૂંટણી પંચે મતદારો પાસેથી 11 પ્રકારના દસ્તાવેજો માંગ્યા છે. મતદારો માટે આ શક્ય નથી. ચૂંટણી પંચે ગઈકાલના અખબારોમાં જાહેરાતો આપી હતી. આ જાહેરાતોમાં કહેવામાં આવ્યું હતું કે જો જરૂૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, તો ફક્ત મતગણતરી ફોર્મ ભરીને ઇકઘ ને સબમિટ કરો. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે ફોટો સાથે દસ્તાવેજ સબમિટ કરો. ચૂંટણી પંચની જાહેરાત વિરોધાભાસી છે. ચૂંટણી પંચ સંપૂર્ણપણે મૂંઝવણમાં છે.

બિહારમાં મતદાર યાદી સુધારણા મામલે અરજીની ગુરુવારે સુપ્રીમમાં સુનાવણી
બિહારમાં ખાસ સઘન સુધારા હેઠળ મતદાર યાદીમાંથી લાખો નામો દૂર થવાની સંભાવના અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. સોમવારે, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ બાબતે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી માટે સંમતિ આપી છે. બિહારમાં ખાસ સઘન સુધારા હેઠળ મતદાર યાદીમાંથી લાખો નામો દૂર થવાની સંભાવના અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. સોમવારે, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ બાબતે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી માટે સંમતિ આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement