For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓપરેશન સિંદૂરમાં પાકે. ભારતને પછાડ્યું હોવાનો દાવો

11:45 AM Nov 21, 2025 IST | Bhumika
ઓપરેશન સિંદૂરમાં પાકે  ભારતને પછાડ્યું હોવાનો દાવો

યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિકયુરિટી રિવ્યૂ કમિશનના રિપોર્ટમાં ચીની શસ્ત્ર સરંજામ ચડિયાતા પુરવાર થવાનો દાવો

Advertisement

એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસ સુધી ચાલેલી લડાઈ (ઓપરેશન સિંદૂર)માં પાકિસ્તાનને મોટી સૈન્ય સફળતા મળી હતી. આ રિપોર્ટમાં પહેલગામ હુમલાને પણ આતંકવાદી હુમલો ન ગણતા તેને પબળવાખોર હુમલોથ માનવામાં આવ્યો છે. 800 પાનાની આ રિપોર્ટ યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશન (USCC ) દ્વારા જાહેર કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ રિપોર્ટનો વિરોધ કરીને તેના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, નસ્ત્રશું વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય આ અંગે પોતાનો વાંધો નોંધાવશે અને વિરોધ વ્યક્ત કરશે? આપણી કૂટનીતિને વધુ એક મોટો ફટકો લાગ્યો છે.સ્ત્રસ્ત્ર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ઓછામાં ઓછા 6 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા, જેમાં રાફેલ જેટનો પણ સમાવેશ થાય છે. આનાથી રાફેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું. રિપોર્ટ જણાવે છે કે વાસ્તવમાં માત્ર ત્રણ ભારતીય વિમાનોને તોડી પાડવાની જ પુષ્ટિ થાય છે.

Advertisement

USCC નું કહેવું છે કે ચીને ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉપયોગ તેના આધુનિક હથિયારોને લાઇવ વોરમાં ટેસ્ટ કરવા અને દુનિયાને બતાવવા માટે કર્યો. લડાઈ પછી દુનિયાભરમાં ચીની દૂતાવાસોએ તેમના હથિયારોની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાને તેના ઉપયોગથી ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા. ભારત-પાકિસ્તાન સંઘર્ષના 5 મહિના પછી, ચીને ઇન્ડોનેશિયાને 75 હજાર કરોડ રૂૂપિયામાં 42 J-10C ફાઇટર જેટ વેચવાની ડીલ કરી હતી.

રિપોર્ટ મુજબ, પાકિસ્તાને આ લડાઈમાં ચીન પાસેથી મળેલા હથિયારોનો ઉપયોગ કર્યો અને તેના સૈન્ય ફાયદાને દુનિયા સામે રજૂ કર્યો. તેમાં કહેવાયું છે કે પાકિસ્તાને ચીનના HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ, PL-15 મિસાઇલો અને J-10 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો. ભારતનો દાવો છે કે આ દરમિયાન પાકિસ્તાનને ચીન પાસેથી ગુપ્ત માહિતી (ઇન્ટેલિજન્સ) પણ મળી હતી. જોકે, પાકિસ્તાને આ વાત નકારી કાઢી છે અને ચીને આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. રિપોર્ટ મુજબ, 2019-2023ની વચ્ચે પાકિસ્તાનના 82% હથિયારો ચીનથી આવ્યા છે.

રાફેલનું વેચાણ રોકવા માટે ચીને નકલી પ્રચાર ચલાવ્યો

એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીને રાફેલનું વેચાણ રોકવા માટે ફર્જી (નકલી) કેમ્પેન ચલાવ્યું હતું. મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષના તુરંત બાદ ચીને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા રાફેલ તોડી પાડવાનો દાવો કર્યો. USCCએ કહ્યું છે કે ચીને ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટના વેચાણને રોકવા અને પોતાના J-35 લડાકુ વિમાનોના પ્રચાર માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચલાવ્યા. આ એકાઉન્ટ્સ પર AI દ્વારા બનાવેલી નકલી તસવીરો ફેલાવવામાં આવી, જેમાં દાવો કરાયો કે ભારતીય રાફેલને ચીનના હથિયારોએ તોડી પાડ્યું છે અને આ તેના કાટમાળની તસવીરો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement