ઓપરેશન સિંદૂરનો KBC ઉપર પ્રચાર? ઉગ્ર વિવાદ
કર્નલ સોફિયા અને વ્યોમિકાને ટીવી શોમાં આવવાની મંજૂરી કોણે આપી ? સોશિયલ મીડિયામાં ઘમાસાણ
કૌન બનેગા કરોડપતિ (ઊંઇઈ) 17ના સ્વતંત્રતા દિવસના વિશેષ એપિસોડમાં સેનાના ખાસ મહેમાનોને આમંત્રિત કરવાને કારણે વિવાદ શરૂૂ થયો છે. ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલા કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, અને કમાન્ડર પ્રેરણા દેવસ્થળી અમિતાભ બચ્ચનના આ એપિસોડમાં મહેમાન તરીકે હાજર રહેશે. એપિસોડનો પ્રોમો રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવું લખી રહ્યા છે કે સેનાનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવી રહ્યો છે.
સોની ટીવીએ મંગળવારે (12 ઓગસ્ટ 2025) KBC 17ના સ્વતંત્રતા દિવસના વિશેષ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો હતો. આ પ્રોમોમાં કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, અને કમાન્ડર પ્રેરણા દેવસ્થળી અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરતા જોવા મળે છે. જોકે, આ એપિસોડને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકોએ આ એપિસોડને લઈને ટીકાઓ કરી છે. એક યુઝરે લખ્યું, અહીં સેના ઊંઇઈનો ઉપયોગ કરી રહી છે, કે KBC સેનાનો? કે ત્રીજો પક્ષ બંનેનો? હું જાણવા માટે ઉત્સુક છું કે આ કોનો આઈડિયા હતો? આને કોણે મંજૂરી આપી, અને કેટલા અધિકારીઓએ આનો વિરોધ કર્યો (જો કોઈ હોય તો)?
બીજા એક યુઝરે લખ્યું, વિશ્વાસ નથી થતો! ઓપરેશન સિંદૂરના હીરો નેશનલ ટીવી શો ઊંઇઈમાં દેખાઈ રહ્યા છે, કારણ કે એક નરાષ્ટ્રવાદી પાર્ટી તેમના દ્વારા વોટ મેળવવા માંગે છે? ત્રીજા યુઝરે લખ્યું, તેમના ચહેરા જુઓ, તેઓ સહજ દેખાતા નથી. કદાચ તેમને આ માટે દબાણ કરવામાં આવ્યું હશે.
એપિસોડના પ્રોમોમાં કર્નલ સોફિયા કુરેશી અમિતાભ બચ્ચનને સમજાવતા જોવા મળે છે કે ઓપરેશન સિંદૂર શા માટે જરૂૂરી હતું. તેમણે કહ્યું, પાકિસ્તાન લાંબા સમયથી આવી હરકતો કરી રહ્યું હતું, તેથી જવાબ આપવો જરૂૂરી બની ગયો હતો. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઉમેર્યું, રાત્રે 1:05 થી 1:30 વાગ્યા સુધી, માત્ર 25 મિનિટમાં અમે આખું ઓપરેશન પૂર્ણ કરી દીધું. કમાન્ડર પ્રેરણાએ જણાવ્યું, લક્ષ્યો નષ્ટ કરવામાં આવ્યા અને કોઈ નાગરિકને નુકસાન ન પહોંચ્યું.
સેનાના અધિકારીઓને ટીવી શોમાં બોલાવી રાજકીય લાભ લેવા પ્રયાસ ?
સોશિયલ મીડિયા યુઝર્સનો આક્ષેપ છે કે સેનાના અધિકારીઓને રિયાલિટી શોમાં બોલાવીને તેમનો ઉપયોગ પીઆર (પબ્લિક રિલેશન્સ) અને રાજકીય લાભ માટે કરવામાં આવી રહ્યો છે. કેટલાકે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શું સેનાના પ્રોટોકોલ આવા રિયાલિટી શોમાં અધિકારીઓને ભાગ લેવાની મંજૂરી આપે છે? સેનાના ડ્રેસ રેગ્યુલેશન્સ અનુસાર, સત્તાવાર યુનિફોર્મ સાંસ્કૃતિક કાર્યક્રમો કે સામાજિક મેળાવડામાં પહેરવાની મનાઈ છે, સિવાય કે કમાન્ડિંગ ઓફિસરની લેખિત મંજૂરી હોય. આ વિવાદે ચર્ચાઓને જન્મ આપ્યો છે કે શું આ એપિસોડ સેનાના અધિકારીઓની બહાદુરીનું સન્માન કરે છે, કે તેનો ઉપયોગ રાજકીય અથવા મનોરંજનના હેતુઓ માટે થઈ રહ્યો છે. આ એપિસોડ 15 ઓગસ્ટ, 2025ના રોજ રાત્રે 9 વાગે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રસારિત થશે.