એક અઠવાડિયામાં શંભુ બોર્ડર ખોલો, ખેડૂત આંદોલન વચ્ચે હાઇકોર્ટનો આદેશ
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક અઠવાડિયામાં શંભુ બોર્ડર ખોલવાના આદેશ આપ્યા છે. 13 ફેબ્રુઆરીથી ખેડૂત પંજાબ-હરિયાણા સરહદ પર શંભુ બોર્ડર પર ધરણા કરી રહ્યાં છે. પંજાબ અને હરિયાણા સરકાર બન્નેને રસ્તો ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ કહેવામાં આવ્યું કે બન્ને સરકાર કાયદો વ્યવસ્થા બનાવી રાખે. કેટલાક દિવસ પહેલા જ શંભુ બોર્ડર ખોલવા માટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં જનહિત અરજી કરવામાં આવી હતી.
એડવોકેટ વાસુ રંજન શાંડિલ્ય તરફથી જનહિત અરજી કરવામાં આવી હતી જેમાં શંભુ બોર્ડર ગવ44 ખોલવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું કે અંબાલાના વેપારી ભૂખમરીના કગાર પર આવી ગયા છે. દુકાનો પર કામ કરનારો સ્ટાફ અને રેકડીવાળાઓને રાહત આપવાની વાત કહેવામાં આવી હતી. આ સિવાય શંભુ બોર્ડર થઇને પ્રસાર થતા ઇમરજન્સી વાહનોને અસ્થાઇ રસ્તો આપવાની માંગ પણ કરવામાં આવી હતી.અરજીમાં હરિયાણા અને પંજાબના રાજસ્વના નુકસાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કારણ કે રૂૂટ ડાયવર્ટ થતા સરકારી બસોના ઇંધણનો ખર્ચ વધી ગયો હતો. પંજાબ-હરિયાણાના વકીલોને થતી સમસ્યાઓ વિશે પણ અરજીના માધ્યમથી સરકારને જણાવવામાં આવ્યું હતું.
આ અરજીમાં ખેડૂત નેતા સરવન સિંહ પંઢેર, જગજીત ડલ્લેવાલ, હરિયાણા સરકાર, પંજાબ સરકાર અને કેન્દ્ર સરકારને ફરિયાદી બનાવવામાં આવ્યા હતા.નેતાઓએ સ્વાગત કર્યું છે. ખેડૂત નેતા મનજીત રાયે કહ્યું કે અમને હજુ આદેશની કોપી મળી નથી પરંતુ અમે હાઇકોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. ખેડૂતો તરફથી વારંવાર પૂછવામાં આવતું હતું કે ક્યા બંધારણ અને કાયદા હેઠળ રસ્તા પર દીવાલો બનાવવામાં આવી હતી.સરકારે લોકતંત્રને બાજુમાં રાખતા રસ્તો બંધ કરી દીધો હતો. ખેડૂતોએ કહ્યું કે અમે અહીં બેસવા માંગતા નથી પણ દિલ્હી જવા માંગતા હતા.