For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરિવારમાં એકને સરકારી નોકરી, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાશે

05:28 PM Oct 29, 2025 IST | admin
પરિવારમાં એકને સરકારી નોકરી  કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાશે

જૂની પેન્શન યોજના ફરી લાગુ, દરેકને રૂા.25 લાખનો આરોગ્ય વીમો, બિહારમાં મહાગઠબંધનનો ચુંટણી ઢંઢેરો જાહેર

Advertisement

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્ય વિપક્ષી ગઠબંધન મહાગઠબંધને મંગળવારે પોતાનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ઢંઢેરાને બિહાર કા તેજસ્વી પ્રાણ નામ આપવામાં આવ્યું છે.મહાગઠબંધને દાવો કર્યો છે કે આ દસ્તાવેજ માત્ર ચૂંટણી વચનોનો સંગ્રહ નથી, પરંતુ રાજ્યના પુનર્નિર્માણ અને વિકાસ માટેનો એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધન (ઓલ ઈન્ડિયા એલાયન્સ) દ્વારા જાહેર કરાયેલા ઢંઢેરામાં સમાજના દરેક વર્ગને આકર્ષવા માટે મહત્ત્વના વચનો આપવામાં આવ્યા છે. આ મુખ્ય વચનોમાં ગઠબંધનની સરકાર બન્યાના 20 દિવસની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા માટેનો કાયદો લાવવાનું વચન, નોકરી આપવાની પ્રક્રિયા 20 મહિનાની અંદર શરૂૂ કરવામાં આવશે, તમામ કોન્ટ્રાક્ટ (કરાર આધારિત) અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે, જીવિકા દીદીઓને સરકારી કર્મચારીનો દરજ્જો અને ₹30,000 માસિક પગાર આપવામાં આવશે. માઈ-બહીન માન યોજનામાં મહિલાઓને 1 ડિસેમ્બરથી દર મહિને ₹2,500 ની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક ₹30,000 થશે. દીકરીઓ માટે BETI યોજના અને માતાઓ માટે MAI યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં જૂની પેન્શન યોજના (OPS) પુન:સ્થાપિત (Restore) કરવાનું વચન, દરેક પરિવારને 200 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવામાં આવશે. વૃદ્ધો, વિધવાઓ અને અપંગો (દિવ્યાંગો) માટે માસિક પેન્શન વધારીને અનુક્રમે ₹1,500 અને ₹3,000 કરવામાં આવશે. દરેક સબડિવિઝનમાં મહિલા કોલેજ અને 136 બ્લોકમાં નવી ડિગ્રી કોલેજો ખોલવાની જાહેરાત.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફોર્મ ફી માફ કરાશે અને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી મફત મુસાફરી સુવિધા મળશે. તમામ પાકોની લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદીની ખાતરી આપવામાં આવશે અને રાજ્યમાં મંડીઓ (બજાર સમિતિઓ) ફરીથી સક્રિય કરવામાં આવશે.દરેક વ્યક્તિને ₹25 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે. જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને સુપર-સ્પેશિયાલિટી સુવિધાઓથી સજ્જ કરાશે.

ઢંઢેરા વિમોચન સમયે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા, વીઆઇપીના પ્રમુખ અને ઉપ-મુખ્યમંત્રી પદના ઉમેદવાર મુકેશ સાહની, ડાબેરી પક્ષોના પ્રતિનિધિઓ અને અન્ય સાથી પક્ષોના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા.તેજસ્વી યાદવે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ફક્ત અમારો ઢંઢેરો નથી, પરંતુ તે બિહારના લોકોનો સંકલ્પ છે.

અમે આ રાજ્યને બેરોજગારી, સ્થળાંતર અને ભ્રષ્ટાચારથી મુક્ત કરીશું.મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને મુકેશ સાહનીને ઉપ-મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વિપક્ષનો આ સંયુક્ત ઢંઢેરો સત્તાધારી એનડીએ ગઠબંધનને મજબૂત પડકાર આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement