For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ, ચાર ઘાયલ, 1 આતંકી ઠાર

11:00 AM Jul 27, 2024 IST | admin
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ  ચાર ઘાયલ  1 આતંકી ઠાર
Advertisement

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે (27 જુલાઈ) સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે. હુમલામાં એક મેજર સહિત ચાર જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર માછિલ સેક્ટર પાસેના જંગલ વિસ્તારમાં થયું હતું. ઘાયલ થયેલા તમામ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. તે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમનો SSG કમાન્ડો હોવાની શંકા છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈનિકો કામકરી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષા દળોને કામકરી વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સેનાએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હુમલા બાદ આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા હોવાની આશંકા છે. વધારાના સૈનિકોને જંગલમાં મોકલીને શોધખોળ કરવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કોવુત વિસ્તારમાં બુધવારે થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ નોન-કમિશન્ડ ઓફિસર દિલાવર સિંહનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને પણ ઠાર કર્યો હતો. મંગળવારે પૂંચમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં લાન્સ નાઈક સુભાષ કુમાર શહીદ થયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement