ભારતમાં દર પાંચમાંથી એક પુરુષ દારૂનો શોખીન
2015-16માં 29.2% પુરુષો દારૂ પીતા હતા, હવે આ ટકાવારી ઘટી 22.4%, દિલ્હીમાં શરાબ પીતી મહિલાઓની સંખ્યા વધી
આપણાં ગુજરાતમાં તો દારૂૂબંધી છે પણ શું તમે જાણો છો કે દેશમાં કેટલા લોકો દારૂૂના શોખીન છે ? કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (NFHS) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા દર્શાવે છે કે, ભારતમાં દરેક પાંચમો પુરુષ એટલે કે દેશના 22.4% પુરુષો દારૂૂના શોખીન છે. પરંતુ સારી વાત એ છે કે, ભારતમાં દારૂૂ પીનારા પુરુષોનું પ્રમાણ ઘટ્યું છે. 2015-16 માં આ આંકડો 29.2 ટકા હતો જે હવે ઘટી ગયો છે. જોકે કેટલાક રાજ્યો રાષ્ટ્રીય સરેરાશ કરતાં આગળ નીકળી રહ્યા છે.
ગોવામાં 59.1 ટકા પુરુષો દારૂૂ પીવે છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ (56.6 ટકા), તેલંગાણા (50 ટકા), ઝારખંડ (40.4 ટકા), ઓડિશા (37.4 ટકા), સિક્કિમ (36.3 ટકા), છત્તીસગઢ (35.9ટકા),
આ રાજ્યમાં દારૂ પીતી સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધુ
દેશના ઉત્તર-પૂર્વ ખૂણામાં સ્થિત અરુણાચલ પ્રદેશ, ખડકાળ પર્વતો અને ગર્જના કરતી નદીઓનો દેશ છે અને અહીંની મહિલાઓને બાકીના ભારત કરતાં દારૂૂ સાથે ખૂબ જ અલગ સંબંધ છે. જોકે દારૂૂ પીતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 2015-16માં 26.3 ટકા મહિલાઓએ દારૂૂ પીધો હતો, જ્યારે 2019-21 માં આ આંકડો ઘટીને 17.8 ટકા થયો. તેનાથી વિપરીત લક્ષદ્વીપમાં ફક્ત 0.1 ટકા સ્ત્રીઓ અને ફક્ત 0.8 ટકા પુરુષો દારૂૂ પીવે છે. અને પછી આવે છે ગોવા. ગોવામાં પુરુષો દ્વારા દારૂૂનું સેવન 44.7 ટકાથી વધીને 59.1 ટકા થયું છે. દારૂૂ પીતી મહિલાઓની સંખ્યા પણ 4.2 ટકાથી વધીને 4.8 ટકા થઈ ગઈ છે.