દશેરાએ બહુચર માતાજીને રૂા.300 કરોડના નવલખા હારનો શણગાર
વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડને માતાની કૃપાથી રાજ મળતા નવલખો હાર ચડાવ્યો હતો
મહેસાણામાં બહુચર માતાને પરંપરા મુજબ દશેરાએ રૂૂ. 300 કરોડનો હાર પહેરાવ્યો છે. માનજીરાવ ગાયકવાડે અર્પણ કરેલો નવલખો હાર પહેરાવ્યો છે. હારનું વર્તમાન મૂલ્ય 300 કરોડ રૂૂપિયા છે. વર્ષમાં એક વખત જ માતાજીના આ હાર પહેરાવાય છે.
બહુચરજી દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં રૂૂ. 300 કરોડથી વધુની કિંમતનો અત્યંત કિંમતી નવલખો હાર છે. બહુચર માતાજીને વર્ષમાં માત્ર એક જ વાર દશેરાના દિવસે શોભાયાત્રામાં શણગારવામાં આવે છે. 241 વર્ષ જૂની પરંપરા મુજબ શનિવારે બપોરે બેચર ગામમાં શમી વૃક્ષા પૂજા માટે નીકળેલી શોભાયાત્રા પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે તેમને પાઠાની અસાધ્ય પીડા થઈ હતી, જે માતાજીની કૃપાથી મટી ગઈ હતી તેથી, તેમણે વર્ષ 1839માં અહીં 56 ફૂટ ઊંચું સ્પાયર્ડ મંદિર બનાવ્યું અને માતાજીને નવલખો હાર ચઢાવ્યો. આ નેકલેસની બજાર કિંમત એક દાયકા પહેલા જ્વેલર્સ દ્વારા મુકવામાં આવેલી અંદાજિત કિંમત મુજબ રૂૂ. 300 કરોડથી વધુ છે. સુરક્ષાના કારણોસર આ નેકલેસને વર્ષ દરમિયાન માતાજીના ઘરેણાંથી અલગ રાખવામાં આવે છે.