રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓમરે પોત પ્રકાશ્યું, કલમ 370 પરત લાવવાના પ્રસ્તાવને મંજૂરી

10:58 AM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ જ કલમ 370ને પુન: સ્થાપિત કરવાની કવાયત શરૂૂ કરવામાં આવી છે. 16 ઓક્ટોબરે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ અહીં સીએમ તરીકે શપથ લીધા હતા. જે બાદ 17 ઓક્ટોબરે કેબિનેટની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરી, મંત્રી સકીના મસૂદ ઈટુ, જાવેદ અહેમદ રાણા, જાવિદ અહેમદ ડાર અને સતીશ શર્મા હાજર હતા. કેબિનેટે કલમ 370ને પુન:સ્થાપિત કરવા અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે સીએમ આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને તેમને આ પ્રસ્તાવ રજૂ કરશે. 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. સરકારે રાજ્યનો રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વિભાજિત કર્યું હતું.

Tags :
Article 370indiaindia newsJammu and KashmirJammu and Kashmir news
Advertisement
Next Article
Advertisement