For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓમર અબ્દુલ્લાની LG સાથે મુલાકાત, જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા દાવો

11:07 AM Oct 12, 2024 IST | Bhumika
ઓમર અબ્દુલ્લાની lg સાથે મુલાકાત  જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવા દાવો
Advertisement

જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા શુક્રવારે સાંજે રાજભવન ગયા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈંગઉઈંઅ ગઠબંધનને 49 બેઠકો મળી છે. જેમાં નેશનલ કોન્ફરન્સને 42, કોંગ્રેસને 6 અને સીપીએમને એક સીટ મળી છે. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સને ચાર અપક્ષ ઉમેદવારોએ પણ સમર્થન આપ્યું છે. આ સાથે નેશનલ કોન્ફરન્સની કુલ બેઠકો વધીને 46 થઈ ગઈ છે અને આ ગૃહમાં બહુમતનો આંકડો પણ છે. લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યા બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, મેં લેફ્ટનન્ટ ગવર્નરને કોંગ્રેસ, ઈઙખ, અઅઙ અને અપક્ષોના સમર્થનના પત્રો સોંપ્યા છે.

મેં તેમને શપથગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવા વિનંતી કરી જેથી સરકાર પોતાનું કામ શરૂૂ કરી શકે. આ એક લાંબી પ્રક્રિયા હશે કારણ કે અહીં કેન્દ્રીય નિયમ છે. લેફ્ટનન્ટ ગવર્નર પહેલા રાષ્ટ્રપતિ ભવન અને પછી ગૃહ મંત્રાલયને દસ્તાવેજો મોકલશે. મને કહેવામાં આવ્યું છે કે તે 2-3 દિવસ લેશે. જો મંગળવાર પહેલા આવું થશે તો બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આ સરકારમાં જમ્મુની અવગણના કરવામાં આવશે નહીં.

Advertisement

અગાઉ, નેશનલ કોન્ફરન્સના નવા ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને કોંગ્રેસે પણ તેમને ટેકો આપ્યો હતો. નેશનલ કોન્ફરન્સે 51 બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસે 32 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે 29 બેઠકો જીતી અને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના માત્ર 6 ઉમેદવારો જ વિજયી થયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement