હત્યા કેસમાં ઓલિમ્પિયન રેસલર સુશિલકુમારના જામીન રદ
05:56 PM Aug 13, 2025 IST | Bhumika
સુપ્રીમ કોર્ટે સાગર ધનખર હત્યા કેસમાં ઓલિમ્પિયન રેસલર સુશીલ કુમારને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન રદ કરી તેમને એક અઠવાડિયામાં શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો.
Advertisement
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બનેલી બેન્ચે પીડિત સાગરના પિતા અશોક ધનકડ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં આ આદેશ આપ્યો, જેમાં આ વર્ષે માર્ચમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા સુશીલ કુમારને જામીન આપવાના આદેશને પડકારવામાં આવ્યો હતો.
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં 27 વર્ષીય ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનકરની હત્યાના કેસમાં મે 2021માં કુમારની ધરપકડ કરવામાં આવી હતી. સાક્ષીઓને ધાકધમકી આપવાના આરોપો ઉઠાવતા જામીનને પડકારતા અશોક ધનકડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
Advertisement
Advertisement