For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓબીસી અને ST-SCવિદ્યાર્થીઓ સામાન્ય બેઠકો પર પ્રવેશ મેળવવા હકદાર: સુપ્રીમ કોર્ટ

05:20 PM Aug 21, 2024 IST | admin
ઓબીસી અને st scવિદ્યાર્થીઓ સામાન્ય બેઠકો પર પ્રવેશ મેળવવા હકદાર  સુપ્રીમ કોર્ટ

મધ્યપ્રદેશ હાઇકોર્ટના આદેશને રદ કરતી સુપ્રીમકોર્ટ

Advertisement

સુપ્રીમ કોર્ટે મંગળવારે અનામતને લઈને મોટો નિર્ણય આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો હતો, જેમાં તેણે સામાન્ય શ્રેણીની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જો અન્ય પછાત વર્ગ (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીના મેરીટોરીયસ વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે સામાન્ય ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હકદાર છે, તો તેઓએ બેઠકો પર પ્રવેશ ન હોવો જોઈએ.

જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે રામ નરેશ ઉર્ફે રિંકુ કુશવાહા અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સ્વીકારતી વખતે આ નિર્ણય આપ્યો હતો. બેન્ચે કહ્યું કે જો ઘઇઈ, જઈ અને જઝ કેટેગરીના વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે બિનઅનામત એટલે કે સામાન્ય ક્વોટામાં પ્રવેશ મેળવવા માટે હકદાર છે, તો તેમને માત્ર બિનઅનામત બેઠકો પર જ પ્રવેશ મળવો જોઈએ તમે જૂનો કેસ ટાંકીને જણાવ્યું હતુ.

Advertisement

સર્વોચ્ચ અદાલતે સૌરવ યાદવ અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં આપેલા તેના અગાઉના નિર્ણય પર આધાર રાખીને આ નિર્ણય આપ્યો છે. આ મામલો મધ્યપ્રદેશની એક મેડિકલ કોલેજમાં ખઇઇજ એડમિશન સાથે સંબંધિત છે, જેમાં અનામત કેટેગરીના મેરિટોરીયસ વિદ્યાર્થીઓને જનરલ ક્વોટામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.આ મામલો મધ્યપ્રદેશમાં ખઇઇજ સીટો પર નોમિનેશન સાથે જોડાયેલો છે. કુલ બેઠકોમાંથી 5% સરકારી શાળા (ૠજ) વિદ્યાર્થીઓ માટે અનામત હતી. મધ્યપ્રદેશ શિક્ષણ પ્રવેશ નિયમો 2018 ના નિયમ 2 (લ) મુજબ ઘણી બેઠકો ખાલી રહી છે. બેઠકો ૠજ-ઞછ કેટેગરીમાંથી ઓપન કેટેગરીમાં ખસેડવામાં આવી છે.

અરજીમાં એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે સરકારી શાળાઓમાં ભણેલા અનામત કેટેગરીના મેરીટોરીયસ વિદ્યાર્થીઓને બિન અનામત વર્ગના સરકારી શાળા ક્વોટા હેઠળ એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવે. સરકારી શાળાઓમાંથી પાસ થયેલા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને જનરલ સીટો પર એમબીબીએસમાં એડમિશન ન અપાતા હોવાના વિરોધમાં અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અહીં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement