For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓટ્સ ગુણોથી ભરપૂર છે જેનાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા થાય છે

11:50 AM Jul 20, 2024 IST | admin
ઓટ્સ ગુણોથી ભરપૂર છે જેનાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા થાય છે
Advertisement

આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે આપણા શરીર માટે ખુબ લાભદાયક હોય છે. તેમાંનું જ એક છે ઓટસ. સામાન્ય રીતે ઓટસનો ઉપયોગ નાસ્તાના રુપમાં કરવામાં આવે છે. તે શરીર માટે ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામિન, ફાઈબર અને ઘણા એન્ટિઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં ઘણા પોષકતત્વો હોય છે. વજન ઘટાડવાથી લઈને હ્દય સુધી આ ઓટસ શરીર માટે ખુબ ફાયદાકારક નીવડે છે. ઓટસનો ઉપયોગ આપણે ઘણી રીતે કરી શકીએ છે. તેને સ્મૂધી અને અનેક નાસ્તામાં રુપે તેને ખાઈ શકો છો. ઓટસ તમને આખો દિવસ ઊર્જાથી ભરપૂર રાખશે. ઓટસ ખાધા પછી શરીરમાં ઊર્જા આવશે અને ભૂખ ઓછી લાગશે. તેને ખાવાથી સ્વાસ્થ્યને ખુબ ફાયદાઓ થાય છે. .ઓટસ એક સુપરફૂડ છે જે ફાઈબર, વિટામિન ઈ, ફેટી એસિડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. ઓટ્સમાં હાજર મેલાટોનિન અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સ ટ્રિપ્ટોફેનની સંખ્યામાં વધારો કરે છે, જે મગજ સુધી પહોંચે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. ચલો જાણીએ ઓટ્સ ખાવાના ફાયદા.

ઈમ્યુનિટી કરે છે બૂસ્ટ:-
જો તમને પોતાને કોઈ પણ બીમારીની ઝપેટમાં આવવાથી બચાવવું છએ તો તેના માટે રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરૂૂરી છે. રોગ પ્રતિકારક ક્ષમતાના મજબૂત થવાથી તમે ઘણી બીમારીઓથી પોતાનો બચાવ કરી શકો છો. માટે દૂઘની સાથે રોજ ઓટ્સ ખાઓ. આ તમારી ઈમ્યૂનિટીને મજબૂત કરે છે.

Advertisement

શરીરને આપે છે ઉર્જા:-
ઘણી વખત એવું થાય છે કે આપણને એનર્જીની થોડી કમી લાગે છે. એવામાં ઓટ્સનું સેવન કરવું તમારા માટે ફાયદાકાર સાબિત થઈ શકે છે. ઓટ્સ અને દૂધનું એક સાથે નાસ્તામાં સેવન કરવાથી તમને કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી, કોમ્પ્લેક્સ અને મેગ્નીશિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધું શરીરને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે.

ડાયાબિટીસમાં અસરકારક :-
ઓટ્સ ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઓટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. જે લોકો શુગરની સમસ્યાથી પરેશાન છે તેમના માટે તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ઓટ્સ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર ઘટે છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. આ સિવાય નાસ્તામાં ઓટ્સ ખાવાથી પણ જલ્દી ભૂખ લાગે છે.

કબજિયાતમાં રાહત :-
ઓટ્સ ખાવાથી લોકોને કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. વાસ્તવમાં, ઓટ્સમાં હાજર અદ્રાવ્ય ફાઇબર કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂૂપ છે. તેની સાથે જ તેના ઉપયોગથી પાચન શક્તિ પણ વધે છે. આ સિવાય ઓટ્સમાં જોવા મળતા કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ પણ તમારી નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક છે.

લોહીની ઉણપને કરે છે દૂર:-
જો તમારા શરીરમાં લોહીની કમી છે તો તમે ઓટ્સની સાથે નાસ્તામાં દૂધ જરૂૂર પીવો. આ બન્નેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. જે શરીરમાં લોહીની કમીને દૂર કરે છે.

વજનને કરે છે કંટ્રોલ:-
ઓટ્સની સાથે જો તમે દૂધનું સેવન કરશો તો આ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખશે. તેનાથી તમને જલ્દી ભૂખ નહીં લાગે અને વજનને ઓછુ કરવામાં મદદ મળશે.

હૃદય રોગ સામે રક્ષણ આપે છે :-
જે લોકો ઓટ્સનું નિયમિત સેવન કરે છે, તેમને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘણું ઓછું હોય છે. તેમાં હાજર ‘બીટા ગ્લુકેન’ ફાઈબર્સ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં ખૂબ મદદરૂૂપ છે. આટલું જ નહીં, ઓટ્સમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ એવેનેથ્રામાઇડ્સ એલડીએલ કોલેસ્ટ્રોલથી મુક્ત રેડિકલનું રક્ષણ કરે છે, જે હાર્ટ એટેકની શક્યતા ઘટાડે છે.

હાઈ બ્લડ પ્રેશરમાં અસરકારક :-
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે તેમના માટે ઓટ્સ ખૂબ જ ઉપયોગી છે. જે લોકો નિયમિતપણે ઓટ્સ ખાય છે તેઓને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ ઓછી થાય છે. તેમજ તેમાં રહેલ ફાઈબર હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરવામાં મદદરૂૂપ છે.

ત્વચા માટે ફાયદાકારક :-
શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત ઓટ્સ આપણી ત્વચાને પણ ઘણો ફાયદો કરે છે. ઓટ્સ ત્વચાની ચમક જાળવવામાં ખૂબ મદદરૂૂપ છે. જો તમારી ત્વચામાં શુષ્કતા, છાલ કે બળતરા જ સમસ્યા હોય તો કાચા દૂધમાં ઓટ્સ ભેળવીને ત્વચા પર લગાવવાથી ફાયદો થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement