For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉતરાખંડમાં નર્સ ઉપર રેપ કરીને મર્ડર, ચહેરો પથ્થરથી છૂંદી નાખ્યો

11:34 AM Aug 16, 2024 IST | admin
ઉતરાખંડમાં નર્સ ઉપર રેપ કરીને મર્ડર  ચહેરો પથ્થરથી છૂંદી નાખ્યો

કોલકાતા બાદ બીજી ઘટનાથી ભારે ખળભળાટ

Advertisement

કોલકાતામાં લેડી ડોક્ટર રેપ અને મર્ડરની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તેનો જેવો એક બીજો મોટો બનાવ બન્યો છે. આ વખતે એક નર્સ રેપ અને મર્ડરની ભોગ બની છે. ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં એક નર્સ પર બળાત્કાર અને લૂંટ કર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નર્સ 30 જુલાઈથી ગુમ હતી, મૃતકની બહેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાનો ખુલાસો કરતાં પોલીસે જણાવ્યું કે આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Advertisement

હકીકતમાં, ગુમ થયેલી મહિલાનો મૃતદેહ 8મી ઓગસ્ટના રોજ યુપીના બિલાસપુર જિલ્લામાં ઝાડીઓમાંથી મળ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બળાત્કાર બાદ મહિલાનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂૂ કરી અને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરવાનું શરૂૂ કર્યું. તેમજ મહિલાના ફોનનો ઊખઈં નંબર પણ સર્વેલન્સ પર મુકવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ સ્કેન કરતી વખતે, પોલીસે એક શંકાસ્પદ યુવકને જોયો જે તેની પાછળ આવતો જોવા મળ્યો હતો.

પોલીસ ટીમને સર્વેલન્સથી ખબર પડી કે ફોનના ઊખઈં નંબરનું લોકેશન યુપીના બરેલીમાં છે. તરત જ જ્યારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે જાણવા મળ્યું કે ફોનનો ઉપયોગ ખુશ્બૂનો પતિ ધર્મેન્દ્ર કરી રહ્યાં છે. બંને ઘટનાસ્થળેથી ફરાર મળી આવ્યા હતા, ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરવા માટે એક ટીમ તૈનાત કરી અને ફોનના લોકેશન પર નજર રાખી.

તપાસ દરમિયાન પોલીસને રાજસ્થાનના જોધપુરમાં ધર્મેન્દ્રનું લોકેશન મળ્યું હતું. પોલીસ ટીમે તેને મંગળવારે પકડી લીધો અને પૂછપરછ દરમિયાન ધર્મેન્દ્રએ પોલીસને જણાવ્યું કે તે છેલ્લા પાંચ-છ મહિનાથી જાફરપુરમાં ઘઉંના કારખાનામાં કામ કરતો હતો. 30 જુલાઈએ તેણે એક મહિલાને અંધારામાં એકલી ચાલતી જોઈ. આ પછી, તેણે તેની બેગ ખાલી જગ્યાએ રાખી અને મહિલાને પકડી લીધી અને તેનું મોઢું દબાવીને ઝાડીઓમાં લઈ ગયો. લૂંટની સાથે સાથે તેના પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલાએ અવાજ ઉઠાવવાનો અને સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો તો તેના સ્ટોલ સાથે તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. મહિલાનો મોબાઈલ ફોન છીનવી લીધા બાદ તેણે તેના પર બળાત્કાર કર્યો અને પછી તેની ઓળખ છુપાવવા માટે તેના ચહેરાને પથ્થરથી કચડી નાખ્યો હતો અને પછી રાજસ્થાનના જોધપુરમાં ભાગી ગયો હતો જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement