For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઇ હુમલામાં આતંકીઓ સામે લડનાર NSG કમાન્ડો ગાંજાની તસ્કરીમાં ઝડપાયો

11:12 AM Oct 03, 2025 IST | Bhumika
મુંબઇ હુમલામાં આતંકીઓ સામે લડનાર nsg કમાન્ડો ગાંજાની તસ્કરીમાં ઝડપાયો

રાજસ્થાન ATS એ મલ્ટિ સ્ટેટ ડ્રગ્સ નેટર્વકનો પર્દાફાશ કર્યો

Advertisement

રાજસ્થાનની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે (ANTF) એક સંયુક્ત કાર્યવાહીમાં ગાંજાની સ્મગલિંગના માસ્ટરમાઈન્ડ બજરંગ સિંહની ધરપકડ કરી છે. તે પૂર્વ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) કમાન્ડો છે અને 26/11ના હુમલા દરમિયાન મુંબઈની તાજ હોટેલમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સામેલ હતો. સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતીના કરંગા ગામનો રહેવાસી બજરંગ ઓડિશા અને તેલંગાણાથી ગાંજો લાવીને રાજસ્થાનમાં પોતાનું નેટવર્ક ચલાવતો હતો. તેના પર 25,000 રૂૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

અહેવાલો અનુસાર, બજરંગ સિંહ એટલો ચાલાક હતો કે તે ભાગ્યે જ પોતાનો મોબાઇલ ફોન વાપરતો, વારંવાર સ્થાન બદલતો અને સ્થાનિક લોકો પર વિશ્વાસ કરતો નહીં. જોકે, મહિનાઓની સખત મહેનત અને દેખરેખ પછી, રાજસ્થાન ATS એ તેને ફિલ્મી ઢબે ધરપકડ કરી. તેની પાસેથી 200 કિલોગ્રામ ગાંજો પણ મળી આવી હતી.

Advertisement

IG (ઈન્સ્પેક્ટર જનરલ) વિકાસ કુમારે જણાવ્યું હતું કે, બજરંગનો નીડર સ્વભાવ અને ઓડિશા અને તેલંગાણામાં લાંબા સમયથી સંપર્કોએ તેને દાણચોરીમાં મદદ કરી હતી.
આઈજી વિકાસ કુમારે જણાવ્યું હતું કે, બજરંગ સિંહે 7 વર્ષ સુધી આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો અને 2008માં 26/11ના મુંબઈ હુમલા દરમિયાન તાજ હોટેલ ઓપરેશનમાં સામેલ હતો.

જોકે, 2021માં નિવૃત્ત થયા પછી તે ગુના તરફ વળ્યો. પોતાના ગામમાં પાછા ફરતા તેણે રાજકારણમાં નિષ્ફળ પ્રયાસ કર્યો અને તેની પત્નીને ગામના વડા તરીકે ઊભી કરી પરંતુ સફળતા મળી નહીં. ત્યારબાદ તે ગુનેગારો સાથે સંકળાયેલો બન્યો અને ગાંજાની સ્મગલિંગની કરવાનું પસંદ કર્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement