For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફૌઝાસિંહને અડફેટે લઇ મૃત્યુ નીપજાવનારા NRI ની ધરપકડ

06:33 PM Jul 16, 2025 IST | Bhumika
ફૌઝાસિંહને અડફેટે લઇ મૃત્યુ નીપજાવનારા nri ની ધરપકડ

Advertisement

પ્રખ્યાત મેરેથોન દોડવીર ફૌજા સિંહ, જે 114 વર્ષની ઉંમરે પણ યુવાનોની જેમ દોડતા હતા, તેમના માર્ગ અકસ્માતમાં મૃત્યુના કેસમાં પોલીસે 30 કલાકની અંદર મોટી કાર્યવાહી કરી છે. આ અકસ્માત સોમવારે જાલંધર જિલ્લાના બિયાસ ગામમાં બન્યો હતો. પોલીસે NRI યુવક અમૃતપાલ સિંહ ધિલ્લોનની ધરપકડ કરી છે. તે અકસ્માત સમયે ફોર્ચ્યુનર ચલાવી રહ્યો હતો અને કારને ટક્કર મારીને ભાગી ગયો હતો.

ફૌજાસિંહ રોજની જેમ બિયાસ ગામમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન એક હાઇસ્પીડ જઞટએ તેમને જોરદાર ટક્કર મારી અને રોકાયા વિના ભાગી ગયો. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, પરંતુ ફૌજાસિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

Advertisement

લોકો ફૌજાસિંહને પગિરિધારી બાવદર કહેતા હતા. તેઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા અને 100 વર્ષની ઉંમરે પણ તેમણે ઘણી આંતરરાષ્ટ્રીય મેરેથોન પૂર્ણ કરી હતી. રમતગમત જગત અને સામાન્ય લોકો તેમના મૃત્યુના સમાચારથી દુ:ખી છે.

અકસ્માત પછી, પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા અને કેટલાક પ્રત્યક્ષદર્શીઓ સાથે પણ વાત કરી. આનાથી ફોર્ચ્યુનર એસયુવી પર શંકા ગઈ.તપાસમાં જાણવા મળ્યું કે આ કાર કપૂરથલાના વરિન્દર સિંહના નામે નોંધાયેલી હતી. જ્યારે પોલીસે વરિન્દરની પૂછપરછ કરી, ત્યારે તેણે જણાવ્યું કે તેણે આ કાર બે વર્ષ પહેલાં એક NRI યુવક અમૃતપાલસિંહ ધિલ્લોનને વેચી દીધી હતી, જે તાજેતરમાં કેનેડાથી ભારત પાછો ફર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement