હવે મંકીપોક્સની રસી બનાવશે સીરમ ઇન્સ્ટિટ્યૂટ
કોરોના મહામારી દરમિયાન ચર્ચામાં રહેલ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ હવે મંકીપોક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કહ્યું કે તે હાલમાં મંકીપોક્સની રસી પર કામ કરી રહી છે. આ રસી બનાવવા એક વર્ષમાં સકારાત્મક પરિણામોની અપેક્ષા છે.
વાસ્તવમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ 14 ઓગસ્ટના એમપોક્સના પ્રકોપને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય ગણાવીને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. હવે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, એમપોક્સના પ્રકોપને કારણે જાહેર કરાયેલી વૈશ્વિક આરોગ્ય ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા હાલમાં આ રોગની રસી વિકસાવવા પર કામ કરી રહી છે. રસી બનાવવામાં ચાલી રહેલી પ્રગતિ સાથે પુણે સ્થિત વેક્સીન પ્રમુખ પાસે એક વર્ષમાં શેર કરવા માટે વધુ અપડેટ્સ અને સકારાત્મક સમાચાર હશે.