For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે 10 લાખની ખરીદી UPIથી થઇ શકશે: પર્સન-ટુ-પર્સન ચૂકવણીમાં 1 લાખની મર્યાદા યથાવત

05:52 PM Sep 15, 2025 IST | Bhumika
હવે 10 લાખની ખરીદી upiથી થઇ શકશે  પર્સન ટુ પર્સન ચૂકવણીમાં 1 લાખની મર્યાદા યથાવત

Advertisement

UPI યુઝર્સ આજથી એટલે કે 15 સપ્ટેમ્બરથી એક દિવસમાં 10 લાખ રૂૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) ચુકવણીની ઘણી કેટેગરીઓમાં દૈનિક લિમિટ 2 લાખ રૂૂપિયાથી વધારીને 10 લાખ રૂૂપિયા કરી છે.

આ નિર્ણયથી, વીમા, રોકાણ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જેવા મોટા વ્યવહારો પણ UPI દ્વારા કરી શકાશે. જો કે તમામ પ્રકારના UPI પેમેન્ટ માટેની લિમિટમાં વધારો કરવામાં આવ્યો નથી. આ ફેરફાર ફક્ત ચોક્કસ કેટેગરીઓમાં પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) વ્યવહારો માટે કરવામાં આવ્યો છે. પર્સન-ટુ- પર્સન (P2P) વ્યવહારો માટેની લિમિટ પહેલાની જેમ 1 લાખ રૂૂપિયા રહેશે.

Advertisement

પર્સન-ટુ-મર્ચેન્ટ, જેમાં વ્યક્તિ દુકાન, સર્વિસ પ્રોવાઈડર અથવા કોઈપણ વેપારીને સીધી ચુકવણી કરે છે. આ સામાન્ય રીતે ચછ કોડ સ્કેન કરીને અથવા વેપારીના UPI ID પર ચુકવણી કરીને કરવામાં આવે છે.
ઙ2ઙ એટલે પપર્સન-ટુ-પર્સનથ પેમેન્ટ, જ્યારે એક વ્યક્તિ સીધા બીજા વ્યક્તિને પૈસા મોકલે છે. તેની વર્તમાન લિમિટ 1 લાખ રૂૂપિયા છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે, P2M માં, એક વ્યક્તિ કોઈ વેપારીને ચુકવણી કરે છે, જેની મર્યાદા હવે 10 લાખ રૂૂપિયા થઈ ગઈ છે.અલબત ટ્રાવેલ બુકિંગ માટે UPI દ્વારા એક સમયે 5 લાખ રૂૂપિયા સુધીની ચુકવણી કરી શકો છો. તમે 24 કલાકમાં કુલ 10 લાખ રૂૂપિયા સુધીનો વ્યવહાર કરી શકશો. આનો અર્થ એ છે કે તમે UPI દ્વારા 10 લાખ રૂૂપિયાની ફ્લાઇટ અને ટ્રેન ટિકિટની ચુકવણી કરી શકો છો.હવે તમે પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખ રૂૂપિયા સુધી અને 24 કલાકમાં કુલ 6 લાખ રૂૂપિયા સુધી ચૂકવીને ઝવેરાત ખરીદી શકો છો. લોન ચુકવણી જેવા કલેક્શન માટે, પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂૂપિયાની લિમિટ રહેશે અને 24 કલાકમાં કુલ 10 લાખ રૂૂપિયાની લિમિટ રહેશે.

શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવા મૂડી બજારના રોકાણો માટે, તમે એક સમયે ₹5 લાખ સુધી અને દિવસભરમાં ₹10 લાખ, વીમા પ્રીમિયમ ચૂકવવાની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂૂ. 5 લાખ અને 24 કલાકમાં કુલ રૂૂ. 10 લાખ હશે.

ક્રેડિટ કાર્ડ ચુકવણી : ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે, પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂૂ. 5 લાખ સુધી અને કુલ રૂૂ. 6 લાખ સુધી 24 કલાકમાં કરી શકાય છે. આ ખાતાઓમાં પ્રારંભિક ભંડોળ જમા કરવા માટે પ્રતિ વ્યવહાર રૂૂ. 5 લાખની લિમિટ નક્કી કરવામાં આવી છે.

આ નિર્ણયનો સીધો ફાયદો એ ગ્રાહકોને થશે જેમને અત્યાર સુધી વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ કે ક્રેડિટ કાર્ડ બિલ જેવી મોટી ચુકવણી કરવામાં મુશ્કેલી પડતી હતી. હવે તેઓ UPI દ્વારા આ ચુકવણી સરળતાથી કરી શકશે. આ ઉપરાંત, રિયલ એસ્ટેટ કે અન્ય મોટા વ્યવહારો પણ આ માધ્યમ દ્વારા શક્ય બનશે.
NPCIએ આ લિમિટ નક્કી કરી હોવા છતાં, તેણે સભ્ય બેંકોને તેમની પોતાની નીતિઓ અનુસાર તેમના ગ્રાહકો માટે આંતરિક લિમિટ નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement