હવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશે
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) ની યોજના બનાવી છે. બિહારમાં મતદાર યાદી સુધારણા પછી, હવે પશ્ચિમ બંગાળ સહિત આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરી જેવા રાજ્યોમાં આ પ્રક્રિયા લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે, વિપક્ષી પક્ષો અને નિષ્ણાતોએ આ પગલાના સમય અને પ્રક્રિયા અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે, જેના કારણે ચૂંટણી પંચના ઈરાદા પર વિવાદ થયો છે.
ચૂંટણી પંચે તાજેતરમાં બિહારમાં મતદાર યાદી સુધારણાનું કામ શરૂૂ કર્યું છે, જેનો હેતુ નકલી અને બિન-નાગરિક મતદારોને યાદીમાંથી દૂર કરવાનો છે. આ પ્રક્રિયા હેઠળ, ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી કરવામાં આવી રહી છે. હવે એવું લાગે છે કે બિહાર મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જેમાં પશ્ચિમ બંગાળ આગામી મુખ્ય રાજ્ય હશે.
ETના અહેવાલ મુજબ, રાજ્ય ચૂંટણી પંચ કાર્યાલયે ચૂંટણી પંચની સૂચનાની રાહ જોયા વિના તેની આંતરિક તૈયારીઓ તીવ્ર બનાવી દીધી છે. જોકે અત્યાર સુધી ચૂંટણી પંચ તરફથી પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલને SIR અંગે કોઈ ઔપચારિક પત્રવ્યવહાર મળ્યો નથી, પરંતુ તેમની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે નસ્ત્રઅમે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છીએ.
જેથી સૂચના આવતાની સાથે જ અમે તાત્કાલિક કામ શરૂૂ કરી શકીએ.