JEE પરીક્ષામાં હવે વાતચીત, હાથ, આંખથી કરેલા ઇશારા પણ ગેરરીતિ ગણવામાં આવશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE મેઈનની પરીક્ષામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિને જડમૂળથી રોકવા માટે નવા અને અત્યંત કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. NTA દ્વારા ગેરરીતિના નિયમોમાં 6 નવા મુદ્દાઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે પરીક્ષા દરમિયાન હવે માત્ર બોલવું જ નહીં, પણ હાથ અને આંખના ઈશારા તેમજ મોઢાના હાવભાવથી વાતચીત કરવી પણ ગેરરીતિ ગણાશે.
પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે હવે ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે. NTA દ્વારા જાહેર કરાયેલા નિયમોનો ભંગ કરનાર કોઈ પણ પરીક્ષાર્થીને સીધા 3 વર્ષ માટે JEE મેઈન પરીક્ષા પરથી પ્રતિબંધિત કરવામાં આવશે. આ ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થી એક સેશનમાં એકથી વધુ વખત પરીક્ષા આપશે, તો તેનું પરિણામ રદ્દ કરવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરશે, તો પણ તેનું પરિણામ રદ્દ થશે અને આવા વિદ્યાર્થીઓ આગામી 3 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં.
NTA એ ગેરરીતિ રોકવા માટે અત્યાધુનિક બાયોમેટ્રિક્સ, વિડિયો ગ્રાફી અને AI-આધારિત કેમેરાનો ઉપયોગ શરૂૂ કર્યો છે. જાન્યુઆરી અને એપ્રિલ 2025ના સેશનમાં અનુક્રમે 39 અને 110 વિદ્યાર્થીઓ ગેરરીતિના કેસમાં ઝડપાયા બાદ નિયમો વધુ કડક બનાવાયા છે. હવે આ તમામ નવી બાબતો ગેરરીતિમાં ગણાશે:
જાન્યુઆરીમા યોજાનારી JEEની પ્રથમ સેશનની પરીક્ષા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં, જો રજિસ્ટ્રેશન દરમિયાન કોઈ ભૂલ રહી ગઈ હોય, તો NTA દ્વારા 1 અને 2 ડિસેમ્બરના રોજ કરેક્શન વિન્ડો ખોલવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ પોતાનું નામ, શૈક્ષણિક વિગતો, પરીક્ષાનું શહેર, માધ્યમ, જન્મ તારીખ, કેટેગરી, તેમજ આધાર વિગતોમાં ફેરફાર કરી શકશે.