For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેશનલ હેરાલ્ડ કેસમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીને નોટિસ

11:21 AM Dec 06, 2025 IST | Bhumika
નેશનલ હેરાલ્ડ કેસમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીને નોટિસ

કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ નેશનલ હેરાલ્ડ કેસની તપાસમાં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી (DyCM) ડી.કે. શિવકુમારને નોટિસ ફટકારીને રાજકીય ગરમાવો વધાર્યો છે. EOW એ 29 નવેમ્બરના રોજ જારી કરેલી નોટિસમાં શિવકુમારને 19 ડિસેમ્બર સુધીમાં હાજર થવા અથવા કેસ સંબંધિત તેમની નાણાકીય અને વ્યવહારની વિગતો પૂરી પાડવા જણાવ્યું છે.

Advertisement

EOW માને છે કે શિવકુમાર પાસે આ કેસ સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી છે, ખાસ કરીને યંગ ઇન્ડિયનને ટ્રાન્સફર કરાયેલા ભંડોળ અંગે EOW દ્વારા માંગવામાં આવેલી વિગતોમાં શિવકુમારના બેંક ટ્રાન્સફરનો હેતુ, આ ભંડોળનો સ્રોત, તેમની અને યંગ ઇન્ડિયન અથવા AICC (ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી)ના અધિકારીઓ વચ્ચેની કોઈપણ વાતચીતની વિગતો, અને ભંડોળના ઉપયોગની જાણકારીનો સમાવેશ થાય છે. વધુમાં, EOW એ તેમના આવકવેરા રેકોર્ડ, નાણાકીય નિવેદનો અને દાન પ્રમાણપત્રોની પણ વિનંતી કરી છે. આ કેસ મૂળરૂૂપે 2013 માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. આ નોટિસ બાદ, કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાનના નજીકના સૂત્રોએ આક્ષેપ કર્યો છે કે શિવકુમારને ભાજપ સાથે જોડાણ ન કરવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement