મ્યુઝિકમાં AI વાપરવામાં કાંઇ ખોટું નથી: એ.આર.રહમાન
- લાલસલામમાં બે સ્વર્ગીય સિંગરનો અઈં દ્વારા ઉપયોગ કર્યો હતો
એ. આર. રહમાનનું કહેવું છે કે મ્યુઝિકમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લેવાનું કાંઈ ખોટું નથી. રજનીકાન્તની લાલ સલામના એક ગીત માટે તેમણે બે સ્વર્ગીય સિંગર બામ્બા બાક્યા અને શાહુલ હમીદના અવાજનો ઉપયોગ એઆઇ દ્વારા કર્યો હતો. એ માટે તેમની ઘણી ટીકા થઈ હતી, પરંતુ તેમણે એ માટે તેમની ફેમિલીની પરવાનગી લીધી હતી અને તેમને એ માટે પૈસા પણ ચૂકવ્યા હતા.
મ્યુઝિકમાં એઆઇના ઉપયોગ વિશે એ. આર. રહમાન કહે છે, મને લાગે છે કે એઆઇનો ઉપયોગ લોકોના વિકાસ માટે કરવો જોઈએ. આપણી પાસે હવે ટૂલ છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. એ માટે હવે વર્ષો સુધી સ્ટડી કરવાની જરૂૂર નથી. ચાર-પાંચ વર્ષના અભ્યાસ પછી જે શીખવા મળતું એ હવે એક કમાન્ડથી થઈ જાય છે.
ટેક્નોલોજીના સદુપયોગ વિશે એ. આર. રહમાન કહે છે, અઈંનો ઉપયોગ આપણા ફાયદા માટે કરવો જોઈએ, લોકોને જોબ પરથી કાઢી મૂકવા માટે નહીં. એક લીડર તરીકે અથવા તો માલિક તરીકે આપણે ખૂબ સજાગ રહેવું જોઈએ કે કોઈની નોકરી પર જોખમ ન આવે. ટેક્નોલોજીનો ઉપયોગ જે જગ્યાએ વધુ સમય લાગતો હોય એને જલદીથી પૂરું કરવા માટે કરવો જોઈએ. મ્યુઝિકની પણ વાત હોય તો હવે એને બનાવવું ખૂબ સરળ થઈ ગયું છે અને એને એક કદમ ઊંચાઈએ લઈ જઈ શકાય છે.