For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલની રાજકારણમાં એન્ટ્રી

01:12 PM Mar 15, 2024 IST | Bhumika
જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલની રાજકારણમાં એન્ટ્રી

ભારતીય ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ ફેન્સને ચોંકાવી દીધા હતાં. રામ ગોપાલ વર્માએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એક્સ અકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા સૂચના આપી છે કે તેઓ આ વખતે આંધ્ર પ્રદેશની પીથાપુરમથી ચૂંટણી લડશે. રામ ગોપાલ વર્માની રાજકારણમાં એન્ટ્રીને અચાનક ગણાવામાં આવી રહી છે.

Advertisement

રસપ્રદ વાત એ છે કે, ફિલ્મ નિર્માતાના પોસ્ટ તેલુગુ દેશમ પાર્ટી-ભારતીય જનતા પાર્ટીના જન સેના ગઠબંધનની ઘોષણાને ખૂબ જ મળતી આવે છે. જેમાં ખુલાસો કર્યો છે કે, અભિનેતા અને જેએસપી પ્રમુખ પવન કલ્યાણ પીથાપુરમ સીટથી ચૂંટણી લડશે. સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ આ વાત પર વિશ્વાસ કરવા તૈયાર નથી. તેમાં લખ્યું છે કે, લોકસભા ચૂંટણી લડશે કે વિધાનસભાની.
રામ ગોપાલ વર્માનો જન્મ આંધ્ર પ્રદેશમાં થયો હતો. રામ ગોપાલ વર્મા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એ લોકોમાં સામેલ છે, જેમણે ક્યારેય પણ રાજકારણ અને રાષ્ટ્રીય મુદ્દા પર બોલવાથી દૂર નથી ભાગ્યા. તેમના વિવાદાસ્પદ ટ્વીટ અને નિવેદનો મોટા ભાગે મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement