રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બીજા તબક્કાની 88 બેઠકો પર આજથી નામાંકન

11:21 AM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે. આ સાથે નોંધણી પ્રક્રિયા શરૂૂ થશે. ઉમેદવારો આજથી ઉમેદવારી નોંધાવી શકશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહર સહિત યુપીની આઠ બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત, સમાન તબક્કામાં આઉટર મણિપુર લોકસભા સીટના એક ભાગમાં 13 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ટ 17 રાજ્ોની અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠકો માટે ઉમેદવારી કરવાનો ગઇકાલે છેલ્લો દિવસ હતો.

Advertisement

બીજા તબક્કા માટે નામાંકન ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને 5 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. જમ્મુ-કાશ્મીરમાં 6 એપ્રિલે પેપરોની ચકાસણી થશે. 8 એપ્રિલ સુધી નામાંકન પરત ખેંચી શકાશે. લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની એ જ તારીખે પેટાચૂંટણી માટે મતદાન થશે. આમાં હિમાચલમાં સૌથી વધુ છ, ગુજરાતમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં ચાર બેઠકો છે. જો કે આ પેટાચુંટણીએ લોકસભાના મતદાનન તબક્કા મુજબ જુદાજુદા સમયે યોજાશે.

 

પ્રથમ તબક્કામાં એનડીએના 102માંથી 100, ઇન્ડિયા બ્લોકના 99 ઉમેદવારો

ભાજપ પ્રથમ તબક્કામાં 102માંથી 77 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે એનડીએના અન્ય પક્ષો 23 બેઠકો પર મેદાનમાં છે. એ જ રીતે, ઈન્ડિયા બ્લોકે પણ પ્રથમ તબક્કાની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસને 57 બેઠકો મળી છે. જ્યારે ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષો 42 સીટો પર લડી રહ્યા છે. બે બેઠકો પર હજુ સુધી કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજલ, જેઓ તાજેતરમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે, તેઓ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પડકારશે. ઓમ બિરલા રાજસ્થાનની કોટા સીટથી સાંસદ છે. પ્રથમ તબક્કામાં ભરાયેલા ફોર્મની ચકાસણી 30 માર્ચે થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની આખરી તારીખ 30 માર્ચ છે. બિહારમાં 2 એપ્રિલ સુધી નામાંકન પાછા ખેંચી શકાશે.

Tags :
indiaindia newsLok Sabha elctionLok Sabha elction 2024nomination
Advertisement
Next Article
Advertisement