12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, : મધ્યમ વર્ગ માટે નિર્મલા સીતારમણની સૌથી મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાને લઈને મોટી જાહેરાત કરી છે. હવે કરદાતાઓએ 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યારસુધી 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલાતો ન હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. આ ફેરફાર નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરવામાં આવ્યો છે. અગાઉ 7 લાખ રૂપિયાની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો ન હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા આવકવેરા બિલની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે લાવવામાં આવશે.
નવી ટેક્સ રિજિમમાં જો તમારી આવક 12 લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂ. 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં જાહેરાત કરી હતી કે, મને જણાવતા આનંદ થાય છે કે, હવે 12 લાખ સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ટેક્સ રેટ સ્ટ્રક્ચર નીચે મુજબ અનુસરવામાં આવશે. ઝીરોથી ચાર લાખની આવક પર ઝીરો, 4.8 લાખથી આઠ લાખની આવક પર 5 ટકા, આઠથી 12 લાખ સુધીની આવક પર 10 ટકા, 12થી 16 લાખની આવક પર 15 ટકા, 16થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા, 20થી 24 લાખની આવક પર 25 ટકા, જ્યારે 24 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જેમાં રૂ. 75000 સુધીનુ સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે.
આવકવેરાની કલમ 87 (A) હેઠળ મળતી ટેક્સ રિબેટ મર્યાદા રૂ. 25000થી વધારી રૂ. 60000 કરવામાં આ છે. જેમાં જુદા-જુદા સ્રોતો મારફત થતી આવક પર ટેક્સ રિબેટ અલગ-અલગ છે. જ્યારે કેપિટલ ગેઈન્સ મારફત થતી આવક પર કોઈ ટેક્સ રિબેટનો લાભ મળતો નથી. અર્થાત ચારથી આઠ લાખ, આઠથી 12 લાખ સુધીની આવક પર 5 ટકા અને 10 ટકા ટેક્સ સ્લેબ લાગુ છે. પરંતુ ટેક્સ રિબેટના લીધે ઝીરો ટેક્સ ભરવાનો થશે. તેમાં પણ પગારધારકોને રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હોવાથી તેમણે 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં.
હવે કેટલો ટેક્સ ભરવો પડશે?
નવા ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ હવે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ એક મોટું પગલું છે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગના કરદાતાઓને થશે. નવા સ્લેબમાં નીચેના દરો લાગુ થશે.
4 લાખ રૂપિયા સુધી: 0% ટેક્સ
4 લાખથી 8 લાખ રૂપિયા: 5% ટેક્સ
8 લાખથી 12 લાખ રૂપિયા: 10% ટેક્સ
રૂ. 12 લાખથી રૂ. 16 લાખઃ 15% ટેક્સ
રૂ. 16 લાખથી રૂ. 20 લાખઃ 20% ટેક્સ
રૂ. 20 લાખથી રૂ. 24 લાખઃ 25% ટેક્સ
24 લાખથી વધુ: 30% ટેક્સ