દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ન મળી રાહત: 4 દિવસ રિમાન્ડ લંબાયા, 1 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારુ કૌભાંડમાં રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી ફરી વાર ઈડીની કસ્ટડીમાં સોંપ્યાં છે. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતા પરંતુ કોર્ટે ચાર દિવસની કસ્ટડી મંજૂર રાખી હતી. હવે 1 એપ્રિલે વધુ સુનાવણી થશે.
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના સીએમના રિમાન્ડની માંગ કરતી વખતે, EDએ કહ્યું કે મોબાઇલ ફોન (અરવિંદ કેજરીવાલની પત્નીના)માંથી ડેટા કાઢવામાં આવ્યો છે અને હાલમાં તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જો કે, અન્ય ચાર ડિજિટલ ઉપકરણો (CM કેજરીવાલ સાથે સંબંધિત) માંથી ડેટા જપ્ત કરવામાં આવ્યો છે, જે 21 માર્ચ, 2024 ના રોજ દિલ્હીના મુખ્યમંત્રીના પરિસરમાંથી શોધ દરમિયાન મળી આવ્યો હતો. આ ડેટા હજુ કાઢવાનો બાકી છે.
કોર્ટમાંથી બહાર નીકળતી વખતે CM અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
દિલ્હી કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ દિલ્હીના સીએમએ દાવો કર્યો હતો કે જે પણ થઈ રહ્યું છે તે રાજકીય ષડયંત્રનો ભાગ છે. આનો જવાબ જનતા આપશે.
AAP કન્વીનરની પત્નીએ કહ્યું- જનતા જવાબ આપશે
AAP કન્વીનરની પત્ની સુનીતા કેજરીવાલે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી. હાલમાં તેમનું શુગર લેવલ નીચે છે. દિલ્હીના સીએમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ તાનાશાહી ટકશે નહીં અને જનતા તેનો જવાબ આપશે.