ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી: ભાગવત
હિન્દુ ધર્મ ફક્ત ધાર્મિક જ નહીં સભ્યતાની પણ ઓળખ: સંઘની નવી વ્યાખ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે જે કોઈને ભારત પર ગર્વ છે તે હિન્દુ છે. તેમણે હિન્દુ ધર્મને ફક્ત ધાર્મિક જ નહીં પણ સભ્યતાની ઓળખ તરીકે પણ વર્ણવ્યો હતો. ભાગવતે કહ્યું હતું કે ભારત અને હિન્દુઓ એક જ છે. તેમણે ભારતને સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું હતું અને ચારિત્ર્ય નિર્માણ અને એકતાના RSS ના ધ્યેય પર ભાર મૂક્યો હતો.
ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂૂર નથી. તેની સભ્યતામાં પહેલાથી જ આ બાબત પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે હિન્દુ ધર્મ ફક્ત ધાર્મિક શબ્દ નથી પરંતુ હજારો વર્ષોથી ફેલાયેલી સાંસ્કૃતિક પરંપરાના મૂળમાં ધરાવતી સભ્યતાની ઓળખ છે.
તેમણે કહ્યું કે ભારત અને હિન્દુ સમાનાર્થી છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવા માટે કોઈ સત્તાવાર જાહેરાતની જરૂૂર નથી. તેનો સભ્યતાનો સ્વભાવ પહેલાથી જ તેને પ્રતિબિંબિત કરે છે. ભાગવતે વધુમાં કહ્યું કે RSS ની સ્થાપના કોઈનો વિરોધ કરવા કે નુકસાન પહોંચાડવા માટે નથી થઇ પરંતુ ચારિત્ર્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભારતને વૈશ્વિક નેતા બનાવવામાં યોગદાન આપવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે છજજએ વિવિધતા વચ્ચે ભારતને એક કરવાની પદ્ધતિ છે.
RSS વડા મોહન ભાગવતે આસામમાં વસ્તી વિષયક ફેરફારો સંબંધિત ચિંતાઓને સંબોધવા માટે આત્મવિશ્વાસ, સતર્કતા અને પોતાની ભૂમિ અને ઓળખ પ્રત્યે મજબૂત જોડાણ રાખવા હાકલ કરી. તેમણે ગેરકાયદેસર ઘૂસણખોરી, સંતુલિત વસ્તી નીતિની જરૂૂરિયાત, હિન્દુઓ માટે ત્રણ બાળકોના ધોરણ સહિત, અને વિભાજનકારી ધાર્મિક પરિવર્તનનો વિરોધ કરવાના મહત્વ જેવા મુદ્દાઓ પર વાત કરી. તેમણે કહ્યું કે આપણે આત્મવિશ્વાસ, સતર્કતા અને આપણી ભૂમિ અને સંસ્કૃતિ પ્રત્યે મજબૂત જોડાણ રાખવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સમાજના તમામ વર્ગોએ નિ:સ્વાર્થપણે સાથે મળીને કામ કરવું જોઈએ.