હવે ખોડખાંપણવાળા કે અપંગ બાળકો નહીં જન્મે: વિજ્ઞાનીઓનો દાવો
- ગર્ભસ્થ બાળકના અંગો લેબમાં વિકસાવી શકાશે: માનવજાત માટે નવી આશા
દરેક દંપતીની અભિલાષા હોય છે, કે આવનાર બાળક સ્વસ્થ અને સંપૂર્ણ પેદા થાય છે. પણ ઘણી વખત પ્રેગ્નન્સી દરમિયાન તકલીફ આવતા બાળકો નબળા કે અપંગ પેદા થાય છે. પણ હવે આવું નહીં થાય બાળક અપંગ પેદા નહીં થાય.લંડનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે, ગર્ભમાં વિકસીત થતા બાળકના અંગો લેબમાં વિકસાવી શકાશે. ફરી એક વખત વિજ્ઞાને ચમત્કાર કર્યો છે. મોટાભાગે આપણે સાંભળ્યુ હશે કે બાળક જન્મની સાથે જ અપંગ કે ખોડખાપણ વાળું પેદા થયું છે.
જેમાં બાળકોની આંખ, કાન કે હોઠ નથી હોતા, અમુક બાળકોની ખોપડી કે મગજનો ભાગ નથી હોતો, તો અમુક બાળકો હાથ પગ વગર પેદા થતાં હોય છે. પણ હવે વિજ્ઞાનને માનવજાતમાં એક નવી આશા જગાવી છે. જેમાં સ્ટેમ સેલની મદદથી માતાના ગર્ભમાં જ બાળકનો સંપૂર્ણ વિકાસ કરી શકાશે અને જો કોઈ ખામી હશે તો, તે દૂર કરી શકાશે.
દુનિયામાં અમુક બાળકો ગર્ભમાં સંપૂર્ણ રીતે વિકસીત થતા નથી. ડાયાફ્રામા હર્નિયા જેમાં પેટના ભાગના અંગો ખસીને છાતી પર આવી જાય છે. તો ફાઈબ્રોસિસની સમસ્યામાં ફેફસા અને શ્વસનતંત્ર સાથે પાચનતંત્રની સમસ્યા જોવા મળે છે. આ બીમારીઓ કે સમસ્યા આનુવંશિક હોય છે. વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યાં છે કે, આ બિમારીઓ નવી શોધ થકી ઠિક કરી શકાય છે.
સામાન્ય રીતે 22 સપ્તાહના ગર્ભ સાથે છેડછાડ કરવી આપણા દેશમાં ગેરકાયદે છે. આમેય આ સમયમાં ગર્ભમાં શીશુ વિકસીત થતું હોય. ત્યારે તે અત્યંત નાજુક સ્થિતિમાં હોય છે. ડોક્ટરો પણ આ સમયમાં સર્જરી કરવાનું જોખમ નથી લેતાં. નેચર જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં વેજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અમનિયોટિક થેલીમાં તરતી કોશીકાઓ દ્વારા અંગ વિકસીત કરી શકાય છે અને તે પણ ગર્ભમાં રહેલા બાળકને અડ્યાં વગર.