કર્ણાટકમાં NEETના આધારે મેડિકલ કોલેજમાં પ્રવેશ નહીં, કેબિનેટનો નિર્ણય
સુપ્રીમમાં સુનાવણી વચ્ચે તમિલનાડુ બાદ બીજા રાજ્યએ ગઊઊઝ ફગાવી
મેડિકલ કોલેજની પ્રવેશ પરીક્ષા NEET માં ગોટાળાના અહેવાલો વચ્ચે કર્ણાટકની કોંગ્રેસ સરકારે તેનો વિકલ્પ બનાવવાનું શરૂૂ કરી દીધું છે. સિદ્ધારમૈયા સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રદ NEETકરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેને બાદમાં કેબિનેટની મંજૂરી મળી ગઈ હતી. આ બિલ NEETપરીક્ષાની વિરુદ્ધ છે અને તેના અનુસાર, રાજ્યમાં યોજાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સાથે NEET લિંક કરવાનો પ્રસ્તાવ છે અથવા તો બીજી કોઈ પરીક્ષા સાથે બદલવાનો પ્રસ્તાવ છે.
આ બિલ ટૂંક સમયમાં કર્ણાટક એસેમ્બલીમાં લાવવામાં આવશે, જેમાં સરકારને 12મા માર્કસના આધારે મેડિકલ કોલેજોમાં એડમિશનની સિસ્ટમ ફરીથી શરૂૂ કરવા વિનંતી કરવામાં આવી છે જે NEETની રજૂઆત પહેલા કાર્યરત હતી. કર્ણાટક સરકારનું આ બિલ એવા સમયે આવ્યું છે જ્યારે દેશભરમાં NEETહેરાફેરીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. લોકસભામાં પણ વિપક્ષો આ મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા રહે છે. જો કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવેલ આ બિલ વિધાનસભામાં પસાર થઈ જશે, તો રાજ્ય સરકાર કર્ણાટકની મેડિકલ કોલેજોમાં યુજી અને પીજી સ્તરે પસંદગી માટે પોતાની સ્પર્ધાત્મક પરીક્ષા લેશે. જેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવશે. ગયા મહિને, ડીએમકેની આગેવાની હેઠળની તમિલનાડુ સરકારે પણ NEETવિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યો હતો અને રાજ્યોને તેમની પોતાની તબીબી પ્રવેશ પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવા જણાવ્યું હતું. આ પ્રસ્તાવને અનેક પ્રાદેશિક પક્ષોએ પણ ટેકો આપ્યો હતો.
તમિલનાડુના સાંસદ કનિમોઝીએ કહ્યું કે તમિલનાડુ સતત કહી રહ્યું છે કે અમને NEETનથી જોઈતી. હવે એ સાબિત થઈ ગયું છે કે નીચ યોગ્ય નથી અને તેના કારણે વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. અમને રાજ્યમાં NEETનથી જોઈતી, અમે વિધાનસભામાં આ અંગેનો ઠરાવ પસાર કર્યો છે, જે હજુ પણ રાષ્ટ્રપતિ પાસે તેમની સહી માટે પેન્ડિંગ છે.