બિહારમાં અનામતનો ગાળિયો હવે કેન્દ્રના ગળામાં નાખતા નીતિશકુમાર
સોમવારે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને મોટો ઝટકો આપ્યો હતો. રાજ્ય સરકારે ગત વર્ષે રાજ્યમાં જાતિ આધારિત સર્વેક્ષણના અહેવાલના આધાર પર અનામત મર્યાદા 50%થી વધારીને 65% કરી હતી. ત્યારબાદ નીતિશ સરકારના આ નિર્ણયને પટના હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને હાઈકોર્ટે તેને રદ્દ કરી દીધો. ત્યારબાદ બિહાર સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં સોમવારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
હવે આ મુદ્દો રાજકીય બની ગયો છે. વિપક્ષ RJD તેને લઈને નીતિશ કુમાર પર પ્રહારો કરી રહ્યું છે. બિહાર સરકારના આ નિર્ણયને કેન્દ્ર સરકાર બંધારણની નવમી અનુસૂચિમાં મૂકી દે. આ અંગે નીતિશ કુમાર અને તેમની પાર્ટીએ કેન્દ્ર સરકારને ઔપચારિક વિનંતી પણ કરી છે. તાજેતરમાં જ નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં પીએમ મોદીને પણ આ અંગે વિનંતી કરવાની વાત કરી હતી.
બંધારણની નવમી અનુસૂચિમાં કોઈપણ મુદ્દાનો સમાવેશ કરીને કોર્ટ દ્વારા તેની સમીક્ષા નથી કરી શકાતી. હજું સુધી આ અનુસૂચિમાં 284 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે આ સમયે અમારી પાસે બહુ મર્યાદિત વિકલ્પો છે. કેન્દ્ર સરકારે અમારી માંગ પર વિચાર કરવો જોઈએ.
જાતિ સર્વેક્ષણ બાદ તેમણે OBC-EBC રાજકારણને નવી ધાર આપી છે. હવે આ મામલો કાનૂની દાવ-પેચમાં ફસાઈ ગયો છે. પરંતુ કેન્દ્ર સરકાર પાસે આ નવી માંગ કરીને નીતિશે તેને ધર્મ સંકટમાં મુકી દીધું છે.નીતિશ કુમારની આ માંગને કારણે કેન્દ્ર સરકાર ધર્મ સંકટમાં છે. રાષ્ટ્રીય સ્તરે I.N.D.I.A N ગઠબંધન ભાજપની ધર્મની રાજનીતિના વિરોધમાં જ્ઞાતિની રાજનીતિ પર ભાર આપી રહ્યું છે.વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં વસતી હિસાબે ભાગીદારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.