રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નીતિશ કુમારને ઝટકો, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા કેન્દ્રનો ઇનકાર

04:18 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. લોકસભામાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા શક્ય જ નથી.
મંત્રીએ કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા માટે જે જોગવાઈ પૂરી કરવાની હોય છે તે બિહારમાં નથી. ઉલ્લેખનીય છે કે ગત અનેક વર્ષોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ થતી રહી છે. હાલમાં જ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય ઝાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર પણ આ માગ સતત કરતા રહ્યા છે.

સોમવારે બજેટથી પહેલા જેડીયુએ ફરી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અને વિશેષ સહાય આપવાની માગ કરી હતી. જેડીયુના મુખ્ય પ્રવક્તા કે.સી.ત્યાગીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાની માગ બિહારની જનતાનો અવાજ છે. જેડીયુએ આ માગ પત્ર નહીં અધિકાર પત્ર મોકલ્યો છે. અમને તે મળવા જ જોઈએ. કેન્દ્રની નવી સરકાર સામાન્ય બજેટ આવતીકાલે રજૂ કરવાની છે.

Tags :
Biharbihar newsindiaindia newsNitish Kumar
Advertisement
Next Article
Advertisement