નીતિશની મુખ્યમંત્રી તરીકે વરણી, કાલે નવી સરકારની શપથવિધિ
નવી સરકારના ગઠન પહેલાં રાજીનામું આપ્યું: જેડીયુ, એનડીએની બેઠકમાં વર્તમાન મુખ્યમંત્રીની નેતાપદે વરણીથી 10મી વાર મુખ્યમંત્રી બનશે: સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, નાયબ સીએમ તરીકે યથાવત રહેશે
બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશકુમારની નવી સરકારની આવતીકાલે ગાંધી મેદાનમાં સવારે 11-30 કલાકે શપથવીધી થશે. આ સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદી સહીતના એનડીએના નેતાઓ અને મુખ્યમંત્રીઓ ભાગ લેશે. આજે જનતા દળ-યુની વિધાનસભા પક્ષની બેઠકમાં નીતિશને પક્ષના નેતા તરીકે ચુંટી કઢાયા હતા. આજે તેમણે રાજયપાલને પોતાની સરકારનું રાજીનામું આપ્યું હતું. બીજી તરફ ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠકમાં સમ્રાટ ચૌધરીની નેતાપદ અને વિજય ચૌધરીની ઉપનેતાપદે વરણી કરાઇ હતી. બપોર પછી એનડીએના તમામ ઘટક પક્ષોની બેઠકમાં નીતિશને સર્વાનુમતે ચુંટી કઢાતા રાજયમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકેની તમામ અટકળોનો સતાવાર અંત આવી ગયો હતો.
વિધાનસભા પક્ષની બેઠક માટેના કેન્દ્રીય નિરીક્ષક કેશવપ્રસાદ મૌર્યએ સ્પષ્ટ કર્યું હતું કે નવી સરકારમાં પણ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. આ બન્ને નેતાઓ ગત સરકારમાં પણ આ પદે હતા.નીતીશની વરણી અને બન્ને નાયબ મુખ્યમંત્રીનો વિશે સ્પષ્ટતા બાદ હવે પ્રધાનમંડળના સભ્યો અને ઘટક પક્ષોની ભાગીદારી વિશેની ચર્ચા ચાલી રહી છે.
સૂત્રો સૂચવે છે કે જેડીયુ તેના મોટાભાગના વર્તમાન મંત્રીઓને જાળવી શકે છે, જ્યારે ભાજપ કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવાનું વિચારી રહી છે. JDU અને BJP ઉપરાંત, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની LJP (રામ વિલાસ), જીતન રામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની RLMO પણ સરકારમાં જોડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, LJP (રામ વિલાસ) ને ત્રણ મંત્રી પદ મળવાની ધારણા છે, જ્યારે ઇંઅખ અને RLMO ને એક-એક મંત્રી પદ મળવાની ધારણા છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપના મહત્તમ 16 અને JDUના 14 મંત્રીઓ સાથે, 20 નવેમ્બરે શપથ લે તેવી શક્યતા છે.
ભાજપના મોટાભાગના વર્તમાન મંત્રીઓને ફરીથી નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્ટીમાં ત્રણથી ચાર નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે. જે મંત્રીઓની પુન: નિમણૂક થઈ શકે છે તેમાં સમ્રાટ ચૌધરી, પ્રેમ કુમાર, મંગલ પાંડે, વિજયકુમાર સિન્હા, નીતિશ મિશ્રા, રેણુ દેવી, જીબેશ કુમાર, નીરજ કુમાર સિંહ, જનક રામ, હરિ સાહની, કેદાર પ્રસાદ ગુપ્તા, સુરેન્દ્ર મહેતા, સંતોષકુમાર સિંહ અને સુનિલ કુમાર, રાણા કુમાર અને નવા ચહેરાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ઉપરાંત, જેડી(યુ)ના જે નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે તેમાં બિજેન્દ્ર પ્રસાદ યાદવ, વિજય કુમાર ચૌધરી, શ્રવણ કુમાર, સુનિલ કુમાર, લેસી સિંહ, શીલા મંડલ, મદન સાહની, રત્નેશ સદા, મોહમ્મદ જામા ખાન, જયંત રાજ, ઉમેશ સિંહ કુશવાહ અને અશોક ચૌધરીનો સમાવેશ થાય છે.
નવા ચહેરાઓમાં રાહુલ કુમાર સિંહ, સુધાંશુ શેખર, કલાધર પ્રસાદ મંડલ અને પન્ના લાલ સિંહ પટેલનો સમાવેશ થાય છે. એ નોંધવું જોઈએ કે તાજેતરની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, NDAએ 243 માંથી 202 બેઠકો જીતી હતી, જેમાં BJP ને 89, JDU ને 85, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને 19, હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) ને પાંચ અને રાષ્ટ્રીય લોક મોરચા (છકખ) ને ચાર બેઠકોનો સમાવેશ થાય છે.