For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી બનતા નિતિશ, અન્ય ચહેરા બદલાયા

11:05 AM Nov 20, 2025 IST | Bhumika
બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી બનતા નિતિશ  અન્ય ચહેરા બદલાયા

સમ્રાટ ચૌધરી, વિજયસિંહા નાયબ મુખ્યમંત્રી: ભાજપના 14, જેડીયુના 8, હમ-એલજેપીના બબ્બે તથા આરએલએમના 1 સભ્યને સ્થાન: પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન સાથે શપથવિધિ સમારંભ

Advertisement

જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશકુમારે આજે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય સમારોહમાં રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની સાથે ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજયસિંહાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. 74 વર્ષીય નેતા નીતીશ કુમારને રાજ્યપાલ આરિફ પક્ષના 1 સભ્યને પ્રધાન મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેડીયુને પ્રધાન મંડળમાં ઓછું સ્થાન અપાતા આશ્ર્ચર્ય સર્જાયું છે.

હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)માંથી કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના પુત્ર સંતોષકુમાર સુમન અને રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ) ક્વોટામાંથી પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા કુશવાહ મંત્રી તરીકે શપથ લીધા હતા.

Advertisement

નીતીશ કુમારના મંત્રીમંડળમાં ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)નો પણ સમાવેશ થશે. પ્રદેશ પ્રમુખ રાજુ તિવારી પાર્ટીના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી ઉપરાંત, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, તેમજ ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપી હતી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને તેમના પુત્ર તથા આઈટી મંત્રી નારા લોકેશ, તેમજ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.

ભાજપના પ્રેમ કુમાર બનશે વિધાનસભાના નવા અધ્યક્ષ

નવી સરકારના શપથ ગ્રહણના દિવસે પણ, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (ગઉઅ)ના સહયોગી પક્ષો વચ્ચે મંત્રીમંડળમાં પદની વહેંચણીને લઈને મંત્રણાઓ અને ખેંચતાણનો દોર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જોકે, વિધાનસભા અધ્યક્ષના પદને લઈને સહમતિ બની ગઈ છે. ભાજપના પ્રેમ કુમારને વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, જ્યારે ઉપાધ્યક્ષનું પદ જેડીયુના ફાળે જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement