નીતિશ અને તેજસ્વીની મુલાકાતથી ભાજપ ફ્ફ્ડયું, નડ્ડા પટણા દોડ્યા
નીતિશ કુમાર પાસે તાબડતોબ સ્પષ્ટતા કરાવી
બિહારના સીએમ નીતિશ કુમાર ફરી વાર આરજેડી સાથે ગઠબંધન કરી શકે તેવી ઉડેલી અફવા પર નીતિશ કુમારે સ્થિતિ સ્પસ્ટ કરી છે. પટણામાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ નીતિશ કુમારે કહ્યું કે અમે બે વાર આરજેડી સાથે જઈને ભૂલ કરી છે. ફરી આવી ભૂલ નહીં કરીએ. અમે ફરી ક્યારેય આરજેડી સાથે નહીં જઈ શકીએ.
નીતિશ કુમારનું આ નિવેદન મહત્વનું છે કારણ કે તાજેતરમાં જ તેઓ આરજેડી નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બિહારના રાજકારણમાં ફરી કંઈક થયું હશે. આ મુલાકાત અચાનક થઈ અને બંને વચ્ચે લગભગ અડધો કલાક વાત થઈ. હવે નીતીશ કુમારે આ અટકળોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે એનડીએ સાથે તેમનું સ્વાભાવિક ગઠબંધન છે અને હવે તે કાયમ રહેશે. હકીકતમાં નીતિશ કુમાર ભાજપને ટેન્શન થયું હતું અને કદાચ નીતિશ કુમાર ફરી પાટલી બદલશે તો શું થશે, તેવી બીક લાગતાં જેપી નડ્ડા તાબડતોબ નીતિશને મળવા પટના દોડી આવ્યાં હતા અને નીતિશ પાસે સ્થિતિ ક્લિયર કરાવી દીધી હતી. નડ્ડા બિહારના બે દિવસીય પ્રવાસ પર છે નડ્ડા સીધા પટના જવા રવાના થયા, ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે શું તેનો નીતિશ કુમાર અને તેજસ્વીની મુલાકાત સાથે કોઈ સંબંધ છે. કેન્દ્રમાં એનડીએ સરકારની વાપસી બાદ પણ નીતિશ કુમારે પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે અમે છોડવામાં ભૂલ કરી છે.
હવેથી અમે તમારી સાથે જ કામ કરીશું.