ભૂતાન જતી વખતે નિર્મલા સીતારમણના વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ: સિલિગુડીમાં રાતવાસો
હવામાન અચાનક ખરાબ થતાં ફ્લાઇટને અધવચ્ચે ઉતારાઇ
નાણામંત્રી નિર્મલા સીતારમણ ભૂતાનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા હતા. રસ્તામાં હવામાન ખરાબ થઈ ગયું, જેના કારણે તેમના વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. સુરક્ષા કારણોસર, વિમાનને સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર વાળવામાં આવ્યું. નાણામંત્રી સિલિગુડીમાં રાત રોકાયા હતી.
સીતારમણ 2 નવેમ્બર સુધી ભૂતાનની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આર્થિક બાબતોના વિભાગની એક ટીમ પણ તેમની સાથે મુલાકાતમાં છે. રિપોર્ટ અનુસાર, નાણામંત્રી 1765માં સ્થાપિત ઐતિહાસિક સાંગાયેન ચોખોર મઠની મુલાકાત લઈને તેમની મુલાકાત શરૂૂ કરશે, જ્યાં 100થી વધુ સાધુઓ અદ્યતન બૌદ્ધ શિક્ષણ મેળવી રહ્યા છે. આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ પડોશી ભૂતાન સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ગુરુવારે ચાર દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા હતા.
તેઓ ગુરુવારે રાત્રે ભૂતાન પહોંચવાના હતા. જોકે, ખરાબ હવામાનને કારણે, તેમને સિલિગુડીમાં જ રોકાવું પડશે. હવામાન સુધર્યા પછી નાણામંત્રી ભૂતાન જવા રવાના થશે. ભૂતાન જઈ રહેલા સીતારમણ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગની એક ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની સત્તાવાર મુલાકાતના પહેલા દિવસે, કેન્દ્રીય નાણામંત્રી ઐતિહાસિક સાંગચેન ચોઈખોર મઠની મુલાકાત લેશે. 1765 માં સ્થાપિત, આ મઠ આધુનિક બૌદ્ધ અભ્યાસમાં રોકાયેલા 100 થી વધુ સાધુઓનું ઘર છે.
મુલાકાત દરમિયાન, સીતારમણ ભારત સરકારની સહાયથી ભૂતાનમાં અમલમાં મુકાયેલા અનેક મુખ્ય પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લેશે. આમાં કુરિચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ ડેમ અને પાવરહાઉસ, ગ્યાલસુંગ એકેડેમી, સાંગચેન ચોઈખોર મઠ અને પુનાખા ડઝોંગનો સમાવેશ થાય છે.
