For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિર્મલા દેવીનું તથાસ્તુ, 12 લાખની આવક ટેક્સ ફ્રી

04:02 PM Feb 01, 2025 IST | Bhumika
નિર્મલા દેવીનું તથાસ્તુ  12 લાખની આવક ટેક્સ ફ્રી

નવા ટેક્સ રિજિમના કરદાતાઓ માટે આવકવેરા મર્યાદા 12,75000

Advertisement

સિનિયર સિટિઝન્સને ડબલ ફાયદો : હવે એક લાખની વ્યાજ આવક પર ટીડીએસ નહીં

અપડેટેડ આઈટી રિટર્ન ચાર વર્ષ સુધી ફાઈલ કરી શકાશે

Advertisement

નવું ઇન્કમટેક્સ બિલ આવતા અઠવાડિયે રજૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મા લક્ષ્મીની કૃપા ગરીબ મધ્યમવર્ગ પર વરસતી રહે તેવુ નિવેદન આપ્યાના બીજા દિવસે મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમને એમની લાગણી સ્વીકારી તથાસ્તુ કહેતા હોય તેમ અત્યાર સુધી ઉંચા કરવેરાનો અને મોંઘવારીનો ભોગ બનતા મધ્યમ પગારદાર વર્ગને મોટી રાહત આપી છે.

સાથોસાથ નવું ઇન્કમટેક્સ બિલ આગામી અઠવાડિયે સંસદમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી.

નાણાકીય વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, સરકારે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વાર્ષિક ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે, ₹12 લાખની વાર્ષિક આવક ધરાવતા આવકવેરા ભરનારાઓને ₹80,000નો લાભ મળશે. નોંધનીય છે કે અત્યાર સુધી સાત લાખની આવક સુધી કોઈ ટેક્સ ન હતો.

મધ્યમ વર્ગ માટે સારા સમાચાર જાહેર કરતાં નિર્મલા સીતારમણે કહ્યું, મધ્યમ વર્ગ અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરે છે. તેમના યોગદાનની માન્યતામાં, અમે સમયાંતરે કરના બોજમાં ઘટાડો કર્યો છે. મને હવે એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ₹12 લાખની આવક સુધી કોઈ આવકવેરો લાગશે નહીં. નાણામંત્રીએ આ ઉપરાંત ટીડીએસ અને ટીસીએસની મર્યાદા પણ વધારી છે. કલમ 87-એ હેઠળ ટેક્સ ડિબેટ રૂા. 25000થી વધારી રૂા. 60000 કરવામાં આવી છે.

નવી કર વ્યવસ્થા હેઠળ ₹12 લાખ સુધીની વાર્ષિક આવક (₹75,000 ની પ્રમાણભૂત કપાત સાથે પગારદાર કરદાતાઓ માટે ₹12.75 લાખ) માટે શૂન્ય ટેક્સ સ્લેબ લાગુ થશે.
કેપિટલ ગેઇન્સ જેવી વિશેષ દરની આવક સિવાયની સામાન્ય આવકના ₹12 લાખ સુધીના કરદાતાઓને, સ્લેબ રેટ ઘટાડવાના કારણે લાભ ઉપરાંત ટેક્સમાં છૂટ એવી રીતે આપવામાં આવી રહી છે કે તેમના દ્વારા કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.સ્ત્રસ્ત્ર નિર્મલા સીતારમણે જાહેરાત કરી.

નવી ટેક્સ રિજિમમાં જો તમારી આવક 12 લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂૂ. 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારામણે સિનિયર સિટીઝનને ડબલ ફાયદો કરાવ્યો છે. નાણામંત્રીએ બજેટ 2025માં સિનિયર સિટીઝન માટે વ્યાજ પર ઝઉજ લિમિટ વધારવાની જાહેરાત કરી છે. એ મુજબ સીનીયર સીટીજન માટે સિનિયર સિટીઝન માટે ઝઉજ લિમિટ વર્તમાન રૂૂ. 50,000 થી વધારીને રૂૂ. 1 લાખ કરવામાં આવી છે આ ઉપરાંત વધુ એક રાહત આપતા જાહેરાત કરી હતી કે અપડેટેટ ઈન્કમટેક્સ રિટર્ન ચાર વર્ષ સુધી ફાઈલ કરી શકાશે.

કયા વિભાગને કેટલી ફાળવણી ?

સંરક્ષણ - 4,91,732
ગ્રામ વિકાસ -  2,66,817
ગૃહ મંત્રાલય -  2,33,211
કૃષિ અને સંલગ્ન પ્રવૃતિ -  1,71,437
શિક્ષણ - 1,28,650
આરોગ્ય - 98,311
શહેરી વિકાસ -  96,777
IT અને ટેલીકોમ -  95,298
ઉર્જા  -81,274
વેપાર-ઉદ્યોગ -  65,553
સમાજ કલ્યાણ - 60,052
વિજ્ઞાન - 55,679

બજેટના મુખ્ય મુદ્દાઓ
100 જીલ્લાના 1.7 કરોડ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના
7.7 કરોડ ખેડૂતો માટે કિશાન ક્રેડીટ કાર્ડની લિમીટ પાંચ લાખ કરાઇ
કપાસનું ઉત્પાદન વધારવા મિશન ફોર કોટન પ્રોડકટીવિટીની જાહેરાત
મખાના બોર્ડની સ્થાપના
તુવેર, અડદ, મસુર દાળ માટે ભારતને સ્વનિર્ભર બનાવવા 6 વર્ષના મિશનની જાહેરાત
પોસ્ટઓફિસ મારફતે સુક્ષ્મ ઉદ્યોગોને ધિરાણ
ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલ સુક્ષ્મ ઉદ્યોગો માટે પાંચ લાખની લિમીટનું ક્રેડીટ કાર્ડ
એમએસએમઇની 10 અને સ્ટાર્ટ અપને ર0 કરોડ સુધીની ક્રેડીટ ગેરંટી લોન
લેધર અને ફુટવેર ઇન્ડસ્ટ્રી માટે ફોકસ પ્રોડકટ ટીમ
રમકડા ઉત્પાદન માટે કલ્સટર અને મેન્યુફેકચરીંગ ઇકોસિસ્ટમની જાહેરાત
બિહારમા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફુડ ટેકનોલોજીની જાહેરાત
સક્ષ્મ આંગણવાડી અને પોષણ ર.0ની જાહેરાત
આઇઆઇટીની ક્ષમતામા વધારો
દેશના દરેક જીલ્લા હોસ્પિટલમા ડે કેર કેન્સર સેન્ટર
ભારતીય ભાષા પુસ્તક અભિયાનની જાહેરાત
પ0 હજાર અટલ ટીન્કરીંગ લેબ
પાંચ વર્ષમા મેડિકલ સીટની સંખ્યામાં 7પ હજારનો વધારો
પીએમ સ્વનિધી હેઠળ યુપીઆઇ લીન્કડ ક્રેડીટ કાર્ડની જાહેરાત
ઉડાન યોજના હેઠળ નવા 1ર0 ડેસ્ટીનેશનને કવર કરાશે
જલ જીવન મિશનને 2028 સુધી લંબાવાયુ
10 હજાર સ્ટુડન્ટને આઇઆઇટી અને આઇઆઇએસસીમા ફેલોશીપ
એક્ષ્પોર્ટ માટે ભારત ટ્રેડ નેટ યુનિફોર્મ પ્લેટફોર્મની જાહેરાત
વિમા ક્ષેત્રમા 100 ટકા એફડીઆઇને મંજુરી
36 જીવન રક્ષક દવાઓને ડયુટીમાંથી મુકિત

Advertisement
Tags :
Advertisement
Advertisement