રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજસ્થાનમાં ટ્રકે બોલેરોને ટક્કર મારતા નવનાં મોત, ચાર ગંભીર

05:43 PM Jul 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજસ્થાનના કરૌલીમાં સોમવારે સાંજે કરૌલી-મંડારાયલ માર્ગ ડૂંડા વણાંક નજીક ટ્રક અને કારની વચ્ચે ભયંકર અકસ્માત થતાં 9 લોકોના મોત થઈ ગયા.મૃતકોમાં છ મહિલા, બે બાળકો અને એક પુરુષ સામેલ છે. મૃતકોની લાશ કરૌલી હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. એડીએમ રાજવીર ચૌધરી હોસ્પિટલમાં પહોંચ્યા અને સ્થળ રાહત અને બચાવ કાર્યોની જાણકારી લીધી તથા ઘટનાસ્થળ પર અધિકારીઓને જરુરી દિશા નિર્દેશ આપ્યા હતા.

તમામ મૃતક શ્યોપુરના રહેવાસી છે. મૃતક કૈલા દેવીથી બોલેરોનું પૂજન કરાવીને ઘરે આવી રહ્યા હતા. પાછા ફરતી વખતે ટ્રકની ટક્કરથી દુર્ઘટના થઈ અને નવ લોકોનો જીવ જતો રહ્યો. હાલમાં થોડા દિવસ પહેલા જ સેક્ધડ હેન્ડ બોલેરો ખરીદી હતી.

એસપી બ્રજેશ જ્યોતિ ઉપાધ્યાયે જણાવ્યું કે, ટ્રક અને બોલેરોની વચ્ચે અકસ્માત થયો છે. શરુઆતી સ્તર પર મળેલી જાણકારી અનુસાર, મૃતક શ્યોરપુરના રહેવાસી છે. મૃતકો પાસેથી શ્યોપુરના ડ્રાઈવિંગ લાયસન્સ મળ્યા છે. 9 લોકોના મોત થયા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ છે.

Tags :
deathindiaindia newsRajasthanRajasthan news
Advertisement
Next Article
Advertisement